સ્માર્ટ સિટી અને સ્વચ્છ ભારત મિશનના ધજાગરા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વચ્છ ભારતનું મિશન નું સૂત્ર આપ્યું હતું સાથે સાથે વડોદરાના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓ ઇન્દોર જઈને સ્વચ્છતાના પાઠ ભણીને આવ્યા પરંતુ જે પાઠ સ્વચ્છતાને લઈને શીખીને આવ્યા તેનું અમલીકરણ વડોદરા શહેરમાં 0% જોવા મળી રહ્યું છે કારણ કે ઠેર ઠેર ગંદકી ના ઢગલા અને કચરાના ઓપન સપોર્ટ માં નવા નવા વિસ્તારનો ઉમેરો થઈ રહ્યો છે.
માંજલપુર વિસ્તારમાં પંચશીલ ગ્રાઉન્ડ બહાર તેમજ જીઆઇડીસી માર્કેટ પાસે ગંદકીના ઢગલા એ સ્માર્ટ સિટી અને સ્વચ્છ ભારત મિશનના ઉડાડતા દ્રશ્ય જોવા મળ્યા હતા.
અગાઉ પણ મુખ્યમંત્રીએ ચકોર કરી હતી ત્યારે કુંભ ઘરણની નિંદ્રામાંથી જાગેલા પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ એક દિવસ માટે રાતો રાત વડોદરા ને સાફ કરવા માટે ઉતાવળિયા થયા હતા. ત્યાર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ વડોદરામાં યોજાયો તે સમયે આખા વડોદરા ને રાતો રાત સાફ કરી સુંદર બનાવવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ વડોદરા અને એના હાલ પર છોડી દેતા આ સત્તાધીશો લાખો કરોડોના વિકાસના કાર્યોની જાહેરાતો કરી માત્ર પોતાના જ કોન્ટ્રાક્ટર સાથે મળીને ગુજરાત રાજ્ય સરકારે આપેલું બજેટ ક્યાં ઉડાવે છે એ સમજાતું નથી.