સુરત: સાત સમંદર પાર બ્રિટનમાં મર્ડર કરનારને ભારતની જેલમાં સજા થાય એવું ક્યારેય જોયું છે? નહીં ને. પરંતુ એવું બન્યું છે. યુકે અને ભારત સરકારની સંધિ અનુસાર જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. યુકેમાં મંગેતરની હત્યા કરનાર આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે.
આ કેસની વિગત એવી છે કે હત્યારા જીગુ સોરઠીએ વર્ષ 2020માં આડેધડ ચપ્પુના ઘા મારી પોતની મંગેતર 21 વર્ષીય ભાવિનીની ક્રુર હત્યા કરી હતી. યુકેની લેસ્ટર કોર્ટે આરોપી જીગુને આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપીના પરિવારે ભારતની જેલમાં ટ્રાન્સફર કરવા અરજી કરી હતી.
4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે. બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઇ યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસને સોંપ્યો છે. દિલ્હી એરપોર્ટ પર કેદીના આપ-લેની વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરાયું હતું.
નોંધનીય છે કે , વર્ષ 2020માં 23 વર્ષીય જીગુ કુમાર સોરઠીએ 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી. સમગ્ર મામલે યુકેની લેસ્ટર કોર્ટે હત્યારાને અતિ ક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. સપ્ટેમ્બર 2020માં યુકેની કોર્ટે આરોપી જીગુને આજીવન એટલે કે 28 વર્ષની સજા સંભળાવી હતી.