સુરત: કુંભમેળા દરમિયાન વધેલા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાંથી 8 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાંથી 3 ટ્રેન સુરત થઈને જશે. કુંભમેળાના મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા 8 નવી વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
- જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દોડનારી આ ટ્રેનોનું બુકિંગ 31 ડિસેમ્બરથી થશે
આ ટ્રેનો જાન્યુઆરીથી શરૂ થશે અને ફેબ્રુઆરી સુધી દોડાવવામાં આવશે. જેની 21 ડિસેમ્બરથી બુકિંગ શરૂ થશે. પશ્ચિમ રેલ્વેએ ઉધના-બલિયા, વલસાડ-દાનાપુર, વાપી-ગયા, વિશ્વામિત્રી–બલિયા, સાબરમતી–બનારસ, સાબરમતી–બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ), ડો. આંબેડકર નગર–બલિયા અને ભાવનગર ટર્મિનસ–બનારસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર મહા કુંભ મેળાની સ્પેશિયલ ટ્રેનોની આ આઠ જોડી ચલાવવાનો નિર્ણય કર્યો છે.
આ સ્પેશિયલ ટ્રેનો દોડશે
- ટ્રેન નંબર 09031/09032 ઉધના-બલિયા મહા કુંભ મેળા સ્પેશિયલ (04 ટ્રીપ્સ)
- ટ્રેન નંબર 09019/09020 વલસાડ-દાનાપુર મહા કુંભ મેળા સ્પેશિયલ (16 ટ્રીપ્સ)
- ટ્રેન નંબર 09021/09022 વાપી-ગયા મહા કુંભ મેળા સ્પેશિયલ (20 ટ્રીપ્સ)
- ટ્રેન નંબર 09029/09030 વિશ્વામિત્રી-બલિયા મહા કુંભ મેળા સ્પેશિયલ (02 ટ્રીપ્સ)
- ટ્રેન નંબર 09413/09414 સાબરમતી-બનારસ મહા કુંભ મેળા સ્પેશિયલ (10 ટ્રીપ્સ)
- ટ્રેન નંબર 09421/09422 સાબરમતી–બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ) મહા કુંભ મેળા વિશેષ (06 ટ્રીપ્સ)
- ટ્રેન નંબર 09371/09372 ડૉ. આંબેડકર નગર-બલિયા મહા કુંભ મેળા સ્પેશિયલ (08 ટ્રીપ્સ)
- ટ્રેન નંબર 09555/09556 ભાવનગર ટર્મિનસ-બનારસ મહા કુંભ મેળા સ્પેશિયલ (06 ટ્રીપ્સ)