શિયાળો આવે અને જાતજાતના શાકભાજી, કંદ વગેરેની લિજ્જત માણવા મળે. ઉંબાડિયું એક એવું ખાદ્ય પદાર્થ છે કે હવે સૌ કોઇ માણે છે. પહેલાં ફકત વલસાડ-દમણ કે તેની આસપાસના લોકો માણતા. પણ હવે સૌ કોઇને એનો ચસકો લાગ્યો છે. કુદરતી શાકભાજી, કડવા વાલ, કંદ, રતાળુ, શક્કરીયા, બટાકા, મરચાનો મસાલો, લસણ, મીઠુ, હળદર લીલી વગેરે વગેરે ભરીને અથવા મીકસ કરીને છાણા, લાકડા, ઘાસનું ભુસુ વગેરે સળગાવીને બનાવે. માટલામાં દાબી દાબીને ભરે. ઉપર કલાર નામની વનસ્પતિથી મોઢું બંધ કરી ઊંધું કરી લગભગ એક કલાક પકવે. વાહ ગરમ ગરમ ખાવાનું અને સાથે લીલી ચટણી વગેરે. લખવાનું કારણ એ છે કે મંગલ મસ્તીમાં રમેશ ચાંપાનેરીએ તો એનું ઉંબાડિયાનું આબેહુબ વર્ણણ કરી ખુશબુજ ખુશબુ પ્રસરાવી દીધી છે.
અમે તો શિયાળાની સાંજ ચારથી તે છ વાગ્યા સુધી ઉંબાડિયું જ અમારું ભૂખ મિટાવવાનું બાળકોનું ખાવાનું હતું. ગરમા ગરમ ડોરિયામાં ગરમા ગરમ વેચાવા આવે. બારણામાં તૈયાર ખાવાનું મજા આવતી, એ તો જાણે બાર જયોર્તિલિંગની જાત્રા કરી હોય ને જે આનંદ મળે તે આ જનમમાં ઉંબાડિયાની ભૂમિમાં જાણે જનમ મળે. વાહ શું નિજાનંદની મસ્તી. કુદરતી વાતાવરણ, કુદરતી શાકભાજી અને બળતણ પણ સાંઠી, કડા, ઘાસ, છાલા વગેરે પછી મસ્તીનો સમંદર છલકાય જ છે. તેલ મસાલા ઓછા પણ કલારની સુગંધથી મજા બમણી. પણ આજે પોંકની વાનીની જુવાર ઓછી થઇ ગઇ તેમ કાળાવાળની કડવા વાલની પાપડી ઓછી મળે છે. પરિવર્તનની આ પરાકાષ્ટા છે. પણ મજા તો થોડી ઘણી પણ માણવા તો મળે જ છે. મોંઘવારી નડે છે પણ આનંદ માણવા થોડી મોંઘવારીને પચાવી લેવામાં જ સાર છે.
સુરત – જયા રાણા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.