સુરત: શહેરના કેફે, સ્પા, હોટલો દેહવ્યાપારના અડ્ડા બની ગયા છે. સ્પા અને કેફે બાદ આજે સુરતના સારોલી વિસ્તારની હોટલમાંથી કુટણખાનું પકડાયું છે. વિદેશી મહિલાઓ પાસે અહીં દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. સારોલી પોલીસે ગ્રાહકો પકડાયા છે. પોલીસે 4 વિદેશી યુવતીઓને છોડાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીને આધારે સારોલી પોલીસે સારોલી ગામના ગેટ પાસે ટાઈમ્સ ગેલેરિયાના ત્રીજા માળે આવેલી ઓમકાર હોટેલમાં રેઈડ કરી હતી. હોટલના માલિક તેમની હોટલમાં કેટલીક વિદેશી મહિલાઓને રાખી કુટણખાનું ચલાવી રહ્યાં હતાં.
પોલીસ પહોંચી ત્યારે ત્યાં ઓમકાર હોટલનો સંચાલક કિશન હિરાલાલ માહતો તથા ગ્રાહક સતીષ જયસુખ સુહાગીયા, રાકેશ રમેશ વાડદોરીયાનાઓ મળી આવ્યા હતા. ગ્રાહકો વિદેશી મહિલાઓ સાથે કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓ: કિશન હીરાલાલ માહતો (હોટલનો મેનેજર), તપન મૈતી (હોટલનો કર્મચારી), ગ્રાહકો સતીષ સુહાગીયા, રાકેશ વાડદોરીયા.