વડોદરા તારીખ 15
ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાને અન્ય સાથે આડા સંબંધ હોવાની આશંકાએ પોતાના પતિએ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સસરાએ ફરિયાદ નોંધાવતા સમા પોલીસે જમાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર આવેલી ડિફેન્સ કોલોની 02 માં રહેતા શ્રીધર પુજારીએ ફરીયાદ નોંધાવી છે કે મારી દીકરી પૂર્ણિમાએ મારા જમાઇ મંજીતસિંગ ધીલ્લોન સાથે ત્રણેક વર્ષ અગાઉ લવ વિથ અરેન્જ મેરેજ કર્યા હતા. ત્યારથી જમાઈ અમારા સાથે રહેતા હતા અને ટ્રક ડ્રાઈવરનુ કામ કરતા હતાં . મારી દીકરી પૂર્ણિમા ગેંડા સર્કલ પાસે કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરતી હતી. જેની નોકરી જવાનો ટાઇમ સવારે અગીયાર વાગ્યાનો હતો અને રાત્રીના સમયે પરત આવતી હતી. મારા જમાઈ અને મારી દિકરી વચ્ચે અવાર-નવાર પુર્ણીમાની નોકરીને લઈને તેમજ તેનો કોઇ સાથે અનૈતીક સબંધ છે તે વાતને લઈને ઝઘડો થતો હતો અને મારો જમાઈ મારી દિકરીને માર મારતો હતો તે સમયે મારો પુત્ર નિતીન તેઓને છોડાવતો હતો. દરમિયાન પરી 11 ડિસેમ્બરના રોજ આડા સબંધને લઈને બનેવીએ જમાઈ મંજીતસિંગ સુખદેવસિંગ ઘીલ્લોને રાત્રીના એકાદ વાગ્યાથી દીકરી સાથે ઝધડો કોઈ ચીજ વસ્તુથી ગળે ટુપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમા પોલીસે પિતાની ફરિયાદના આધારે દીકરીને હત્યા કરનાર જમાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા : આડા સંબંધની આશંકાએ પતિ દ્વારા પત્નીનું ગળુ દબાવી હત્યા
By
Posted on