Gujarat

6 ડિગ્રી ઠંડીમાં નલિયા ધ્રુજયું, દાહોદમાં 7.5 ડિગ્રી તાપમાન

ગાંધીનગર : ઉત્તર – પૂર્વીય અને પૂર્વીય પવનની દિશાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. આગામી તારીક 20મી ડિસેમ્બર સુધી રાજયમાં શીત લહેરની અસર હેઠળ કાતિલ ઠંડી યથાવત રહેવાની છે. ખાસ કરીને આજે શનિવારે રાજયમાં કચ્છમાં શીત લહેરની અસર હેઠળ ઠંડીનો પારો બે ડિગ્રી નીચે ગગડી ગયો હતો.

અમદાવાદ અને ગાંધીનગરમાં આજે સવારથી શીત લહેરની અસર જોવા મળી હતી. જેના કારણે તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. રાજયના પાટનગર ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડીનો અનુભવ રહ્યો છે. સમી સાંજે શહેરીજનો કાતિલ ઠંડીમાં થરથરી જવા પામ્યા છે. અમદાવાદમાં પણ આજે સવારે શીત લહેરની અસર જોવા મળી હતી. સમગ્ર રાજયમાં બર્ફિલા પવનને કારણે ઠંડીનું પ્રમાણ વધી પામ્યુ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 13 ડિ.સે., ડીસામાં 9 ડિ.સે., ગાંધીનગરમાં 11 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 12 ડિ.સે., વડોદરામાં 10 ડિ.સે., દાહોદમાં 7.5 ડિ.સે., વડોદરામાં 10 ડિ.સે., સુરતમાં 17 ડિ.સે., ડાંગમાં 11.2 ડિ.સે., ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 6 ડિ.સે., કંડલા પોર્ટ પર 14 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 8 ડિ.સે., અમરેલીમાં 12 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે.,રાજકોટમાં 11 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે., મહુવામાં 14 ડિ.સે., અને કેશોદમાં 14 ડિ.સે.,લઘુતમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

Most Popular

To Top