
વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા 22 મી ડિસેમ્બરના રોજ કેન્દ્રીય મંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતમાં વડોદરા મહાનગરના નવ નિર્મિત કમલમ કાર્યાલયનો તકતી અનાવરણ સમારોહ સાંજે 5 કલાકે યોજાશે.
વડોદરા શહેરના બહુચરાજી રોડ પર નવ નિર્માણ પામેલા ભાજપ કાર્યાલયની આજે વાસ્તુપૂજન પૂજા સંપન્ન થઇ હતી. વડોદરા મહાનગર નું નવીન કમલમ ભાજપ કાર્યાલય નું 22 મી ડિસેમ્બર ના કેન્દ્રીય મંત્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે તકતી અનાવરણ કરવામાં આવશે. જેની તડામાર તૈયારીઓ શહેર ભાજપ અધ્યક્ષ ડો વિજયભાઈ શાહ અને સંગઠન દ્વારા શરૂ કરી દેવાઈ છે. વડોદરા શહેર ના બહુચરાજી રોડ પર ભાજપના નવીન કમલમ કાર્યાલય નું બાંધકામ કરાયું છે આ નવીન કાર્યાલય બિલ્ડિગ નું આજે શહેર અધ્યક્ષ ડો વિજયભાઈ શાહ ની અધ્યક્ષતામાં વાસ્તુ પૂજા યોજાઈ હતી આ વાસ્તુ પૂજન માં શહેર પ્રમુખ ડો વિજયભાઈ શાહ સાથે મહામંત્રી જસવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, સત્યેનભાઈ કુલાબકર દ્વારા પૂજા કરવામાં આવી હતી
આ પાવન પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, મેયર પિન્કી સોની સહીત ના હોદ્દેદારો અને પદાધિકારી ઓ હાજર રહ્યા હતા. નવ નિર્મિત શહેર ભાજપ કાર્યાલય ની વાસ્તુ પૂજા સંપન્ન થયા બાદ તા 22/12/2024 ના સાંજે 5.00 વાગે કેન્દ્રીય મંત્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જી ના હસ્તે તક્તી અનાવરણ કાર્યક્રમ મહાનભૂવો ની ઉપસ્થિતિ માં યોજાશે. જેમાં સાંસદ સભ્ય મેયર ધારાસભ્યો સહીત પ્રદેશ શહેર ના હોદેદારો ખાસ ઉપસ્થિત રહેશે 22 મી ના રોજ યોજાનાર આ કાર્યક્રમ માટે વડોદરા મહાનગર ભાજપ દ્વારા તડામાર તૈયારી ઓ શરૂ કરી દેવાઈ છે. અધ્યક્ષ ડો વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું સ્વપ્ન અને નિર્ધાર હતો કે દરેક જિલ્લા – મહાનગરમાં કાયાઁલય હોવું જોઈએ અને તેમના માર્ગદર્શન માં ટીમ વડોદરા દ્વારા 2022 થી નવા કાર્યાલય માટે કામ શરુ કરવામાં આવ્યું હતું અને આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરનું નવીન કમલમ નું નિર્માણ કરાયું. વડોદરા મહાનગર ના આ નવ નિર્મિત કાર્યાલય ખાતે આજે વાસ્તુ પૂજન થયું હતું.