Business

ભટ્ટનું ભોપાળું

હમણાં આપણી સવાસો વર્ષને પહોંચવા આવેલી ગુજરાતી સાહિત્ય પરિષદનું 34 મું જ્ઞાનસત્ર કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે મોરારિબાપુના સાંનિધ્યમાં યોજાઈ ગયું. ચારસો જેટલાં સાહિત્યરસિકોએ તેનો લાભ લીધો અને ધન્યતાની લાગણી અનુભવી. દક્ષિણ ગુજરાત અને સુરતથી પણ ઘણાં ત્યાં પહોંચ્યાં. રસ્તા સરસ લાગ્યા અને સમય ઓછો લાગ્યો. પણ… નારી ચોકડીથી બુધેલ અને વળતાં   સીદસર સુધીના રસ્તાએ કમરના મણકા અને કારના સ્પેર પાર્ટ્સ હલાવી મૂક્યા! આપણે પુલો બાંધીએ, રસ્તા બાંધીએ અને પછી આવું બાકી રાખીએ એ શું સૂચવે છે?

ગામની પ્રજાને તો તે રોજ વાપરવાના છે. એમનું આ અપમાન નથી તો શું છે? આખા ગુજરાતમાં ગ્રામીણ રસ્તાઓની મહદ્ અંશે આ જ અવદશા છે. શહેરો છોડો એટલે ખાડા અને કચરાના ઉકરડા નજરે પડે છે. ગોકુળિયું ગામના સ્વપ્નનું શું થયું?  ગાંધીનગરના રસ્તા પ્રતિ વર્ષ ટનાટન રખાય કારણ મહાનુભાવો વાપરે અને દેખાડે પણ બિચારાં ગ્રામજનો એમને માટે રોજના દુઃખના દહાડાનો અંત ક્યારે?
અડાલજ            – ડંકેશ ઓઝા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top