મોંઘવારીના મોરચે થોડી રાહત મળી છે. નવેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. નવેમ્બરમાં છૂટક ફુગાવો ઘટીને 5.48 ટકા થયો છે. ઓક્ટોબરમાં તે 6.21 ટકાના સ્તરે હતો. તેનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજીના ભાવમાં નરમાઈ છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) ડેટા અનુસાર નવેમ્બરમાં ખાદ્ય ફુગાવો ઘટીને 9.04 ટકા થયો હતો. ઓક્ટોબરમાં તે 10.87 ટકા અને નવેમ્બર 2023માં 8.70 ટકા હતો.
મોંઘવારીના મોરચે નવેમ્બર મહિનામાં લોકોને મામૂલી રાહત મળી છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરાયેલા ડેટા અનુસાર ભારતનો ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવાનો દર ગયા મહિને 5.48% હતો. અગાઉ ઓક્ટોબરમાં રિટેલ ફુગાવાનો દર 6.21% હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છૂટક ફુગાવાને 4% પર રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમાં બંને બાજુ બે ટકાની સહનશીલતા મર્યાદા છે.
NSOએ જણાવ્યું હતું કે નવેમ્બર 2024માં શાકભાજી, કઠોળ, ખાંડ અને કન્ફેક્શનરી, ફળો, ઇંડા, દૂધ, મસાલા, પરિવહન અને સંદેશાવ્યવહાર અને પર્સનલ કેર ઉત્પાદનોની મોંઘવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સીપીઆઈ આધારિત કુલ મોંઘવારી જુલાઈ-ઓગસ્ટ દરમિયાન સરેરાશ 3.6 ટકાથી વધીને સપ્ટેમ્બરમાં 5.5 ટકા અને ઓક્ટોબર 2024માં 6.2 ટકા પર પહોંચી ગઈ હતી. સપ્ટેમ્બર 2023 પછી આ સૌથી વધુ છે. ભારતીય રિઝર્વ બેંકે ગયા અઠવાડિયે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ફુગાવાનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો હતો. સેન્ટ્રલ બેંકે ખાદ્યપદાર્થોની કિંમતો પરના દબાણને કારણે ડિસેમ્બર ક્વાર્ટરમાં એકંદર ફુગાવો ઊંચા સ્તરે રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી.
આ વર્ષે ઓક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસ ઘટીને 3.5 ટકા થયો હતો. તેનું મુખ્ય કારણ માઇનિંગ, પાવર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નબળી કામગીરી છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે. ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક (IIP)ની દ્રષ્ટિએ માપવામાં આવતા ફેક્ટરી ઉત્પાદનમાં ગયા વર્ષના સમાન મહિનામાં 11.9 ટકાનો વધારો થયો હતો. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર, 2024માં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.5 ટકાનો વધારો થયો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર ઑક્ટોબર, 2024માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 4.1 ટકા વધ્યું હતું. જ્યારે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં તેમાં 10.6 ટકાનો વધારો થયો હતો. ઓક્ટોબર 2024માં માઇનિંગ ઉત્પાદનમાં 0.9 ટકા અને વીજળી ઉત્પાદનમાં બે ટકાનો વધારો થયો છે. એપ્રિલ-ઓક્ટોબરના સમયગાળામાં IIP ચાર ટકા વધ્યો હતો. ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં સાત ટકાનો વધારો થયો હતો.
આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાના અંદાજમાં વધારો કર્યો છે
CPI આધારિત હેડલાઇન ફુગાવો જુલાઈ-ઓગસ્ટ દરમિયાન સરેરાશ 3.6 ટકાથી વધીને સપ્ટેમ્બરમાં 5.5 ટકા અને ઓક્ટોબર 2024માં 6.2 ટકા થયો હતો. ગયા અઠવાડિયે રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો હતો. આરબીઆઈએ એમ પણ જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમતો પર દબાણને કારણે ડિસેમ્બર ક્વાર્ટરમાં ફુગાવો ઊંચો રહેવાની શક્યતા છે. જુલાઈ-ઓગસ્ટ ક્વાર્ટર દરમિયાન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત હેડલાઇન ફુગાવો સરેરાશ 3.6 ટકા હતો.