Vadodara

વાઘોડિયા ચોકડી પાસે બાઇક અને પીક-અપ ડાલા વચ્ચે અકસ્માતમાં ચારને ઇજા

ચારેય ઇજાગ્રસ્તોને એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

(પ્રતિનિધિ) વડોદરા તા. 09

શહેરના વાઘોડિયાથી કપૂરાઇ ચોકડી વચ્ચે બાઇકને પીક અપ ગાડીએ અડફેટમાં લેતા બાઇક સવાર એક જ પરિવારના ચાર લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા.અકસ્માત સર્જી પીક અપ ગાડી ચાલક ગાડી સાથે ફરાર થઇ ગયો હતો જ્યારે ચારેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી કપૂરાઇ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ સોમવારે બપોરે એક વાગ્યાની આસપાસના સુમારે જીતુભાઇ કલીપાભાઇ રાઠવા (ઉ.વ.24) (રહે. બંદીગામ તાલુકો બોડેલી, જીલ્લો છોટાઉદેપુર)નાઓ જેઓ મંજૂરી કરે છે તે સોમા તળાવ થી પોતાના પરિવાર જેમાં પત્ની સેજલબેન (ઉ.વ.23), પુત્ર ધૃવિલ ((ઉ.વ.05) અને અતીક (ઉ.વ.02) સાથે પોતાની મોટરસાયકલ નં. જી.જે. 06.એન.2784 પર કપૂરાઇ ચોકડીથી આમોદર તરફ જઇ રહ્યા હતા તે દરમિયાન કપૂરાઇ ચોકડી થી વાઘોડિયા ચોકડી વચ્ચે એક પીક અપ ગાડીના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બાઇકને ટક્કર મારતાં બાઇક સવાર જીતુભાઇ રાઠવા સહિત તેઓનો પરિવાર રોડ પર બાઇક સાથે પટકાયા હતા તે દરમિયાન પિક અપ ચાલક ગાડી સાથે ફરાર થઇ ગયો હતો.ઘટનાને પગલે લોકોએ ચારેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યા હતા જ્યાં તમામ સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.બનાવને પગલે કપૂરાઇ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top