1970થી સિરિયા પર શાસન ચલાવતા અસદ પરિવારનો અંત આવી ગયો હોય તેમ લાગે છે કારણ કે, બશર અલ-અસદે દમાસ્કસ છોડી દીધું છે. તેમના સાથી દેશો જેમ કે, રશિયા અને ઈરાન વિશ્વના અન્ય બનાવોને કારણે નબળા પડ્યા છે તેમજ તેમનું ધ્યાન બીજે ફંટાયેલું છે. આ સિવાય હાલના પ્રસંગો એટલા માટે પણ ઘટી રહ્યા છે, કારણ કે દેશની 90 ટકા વસતી ગરીબી રેખાની નીચે રહે છે અને ઘણા લોકો વિસ્થાપિતો માટેના કૅમ્પોમાં અટવાયેલા છે. સીરિયાના વિદ્રોહી જૂથે દેશની રાજધાની દમાસ્કસમાં પ્રવેશ કરી લીધો છે અને તેમણે દાવો કર્યો છે કે અલ-અસદે દેશ છોડી દીધો છે.
જોકે, એ ખબર નથી કે જો બશર અલ-અસદ દેશ છોડીને ગયા હોય તો તેઓ કયા દેશમાં ગયા હશે. અટકળો લગાવાઈ રહી છે કે બશર અલ-અસદ ભાગીને સંયુક્ત આરબ અમિરાત એટલે કે યુએઈમાં છે કે ત્યાં જવા માટે શરણ માગી શકે છે. યુએના રાષ્ટ્રપતિના સલાહકાર અનવર ગરગશનું કહેવું છે કે તેમને ખબર નથી કે સીરિયાના રાષ્ટ્રપતિ યુએઈમાં છે કે નથી. બહેરીનમાં મનામા ડાયલૉગમાં પત્રકારો સાથે વાતચીતમાં અનવરે અસદના શરણ માગવાની અટકળો પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો.અનવરે એમ પણ કહ્યું કે સીરિયા જોખમી છે અને તેના પર ચરમપંથી જૂથોનો ખતરો યથાવત્ છે.
સીરિયામાં વિદ્રોહી જૂથો દેશની રાજધાની દમિશ્ક તરફ વધ્યાના સમાચાર બાદ સ્થિતિને જોતાં ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રાવેલ ઍડવાઇઝરી જાહેર કરી છે. ઍડવાઇઝરીમાં વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને કહ્યું કે સીરિયા જવાથી બચે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સીરિયામાં રહેતા ભારતીય દમિશ્કમાં આવેલા ભારતીય દૂતાવાસમાં સંપર્કમાં રહે. વિદેશ મંત્રાલયે ઇમરજન્સી હેલ્પાઇન નંબર (+963 993385973) જાહેર કર્યો છે અને કહ્યું કે નાગરિકો ફોન નંબર અને વૉટ્સઍૅપના માધ્યમથી ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.
આ સિવાય મંત્રાલયે ઈમેલ આઈડી hoc.damascus@mea.gov.in પણ જાહેર કર્યો છે.જે લોકો સીરિયા છોડી શકે છે તેમના માટે વિદેશ મંત્રાલયે કહ્યું કે “જે ઉડાન ચાલી રહી છે તેનો ઉપયોગ કરે. વિદેશ મંત્રાલયે સીરિયામાં રહેતા ભારતીયોને વિનંતી કરી કે તેઓ પોતાની સુરક્ષા અંગે બહુ સાવધ રહે. બાંગ્લાદેશ બાદ હવે સીરિયામાં પણ ગૃહ યુદ્ધ શરૂ થતાં બળવાખોરોએ સત્તાપલટો કરી નાખ્યો છે. સીરિયામાં બળવાખોરોએ દાવો કર્યો છે કે પ્રમુખ બશર અલ અસદના શાસનનો અંત આવી ગયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બળવાખોરો દમાસ્કસમાં ઘૂસ્યા બાદ સીરિયાના પ્રમુખ અસદ દેશ છોડીને અન્ય કોઈ જગ્યાએ ભાગી રહ્યા હતાં. અસદ રશિયા અથવા તેહરાન જઈ રહ્યા હોવાના અહેવાલો મળ્યા હતા.મીડિયા અહેવાલ પ્રમાણે બશર અલ અસદ રશિયન કાર્ગો પ્લેનમાં સીરિયાથી રવાના થઈ ગયા છે અને અસદનું વિમાન પણ રડારથી ગાયબ છે. તેમની કોઈ માહિતી નથી મળી રહી. બીજી તરફ સીરિયાના વડા પ્રધાન મોહમ્મદ ગાઝી જલાલીએ પોતાના ઘરેથી એક વીડિયો નિવેદન જારી કરીને કહ્યું કે, હું દેશમાં જ રહીશ અને સત્તાના સરળ હસ્તાંતરણ માટે કામ કરીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે બશર અલ અશદને ટ્રમ્પ અને પુટિનનો સંપૂર્ણ ટેકો હતો. ટ્રમ્પ સત્તામાં આવે તે પહેલા જ તેમણે સિરિયા છોડી દેવુ પડ્યું છે. સિરિયાનો ઉત્તર-પૂર્વ ભાગ કુર્દ પ્રજાની બહુમતિ ધરાવે છે. 2011માં જ્યારે વિવિધ આરબ રાષ્ટ્રોમાં ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે સિરિયામાં પણ ક્રાંતિ આરંભાઈ હતી. સિરિયામાં બસર અલ અસદ સત્તા પર હતા. જેમની સામે ઘણા લોકોનો બહુ વિરોધ હતો.