National

PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! મુંબઈ પોલીસને મેસેજ મળ્યો

મુંબઈ પોલીસને શનિવારે (7 ડિસેમ્બર 2024) એક ધમકીભર્યો સંદેશ મળ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. આ મેસેજ રાજસ્થાનના અજમેરમાં નોંધાયેલા નંબર પરથી મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ તરત જ એક પોલીસ ટીમને શંકાસ્પદની ધરપકડ કરવા માટે મોકલવામાં આવી હતી.

પીટીઆઈ અનુસાર વોટ્સએપ મેસેજમાં બે આઈએસઆઈ એજન્ટ અને પીએમ મોદીને નિશાન બનાવવા માટે બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તપાસકર્તાઓનું માનવું છે કે મેસેજ મોકલનાર વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોઈ શકે છે અથવા દારૂના નશામાં હોઈ શકે છે, જોકે આ મામલે વધુ તપાસ ચાલુ છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની યોગ્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન પર પહેલાથી જ ઘણા ખોટા ધમકીભર્યા સંદેશા મળી ચુક્યા છે.

સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી
છેલ્લા 10 દિવસમાં મુંબઈ ટ્રાફિક પોલીસને અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપતા બે મેસેજ મળ્યા છે. શુક્રવારે (7 ડિસેમ્બર, 2024)ના રોજ મોકલવામાં આવેલા તાજેતરના સંદેશમાં લખવામાં આવ્યું હતું કે જો સલમાન ખાન પોતાનો જીવ બચાવવા માંગતો હોય તો તેણે રાજસ્થાનમાં બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ અથવા ₹5 કરોડ આપવા જોઈએ. જો તે આમ ન કરે તો અમે તેમને ખતમ કરીશું બિશ્નોઈ ગેંગ હજુ પણ સક્રિય છે.

સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી ચુકી છે. જ્યારે લોરેન્સ બિશ્નોઈ ખૂન અને ખંડણી જેવા કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. એપ્રિલમાં તેની ગેંગના શંકાસ્પદ સભ્યોએ અભિનેતાના બાંદ્રા ઘરની બહાર ગોળીબાર કર્યો હતો.

અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે તે બહુ ગંભીર નથી લાગતું, પરંતુ અમે કોઈપણ ધમકીને હળવાશથી લઈ શકીએ નહીં. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની એક ટીમ સાયબર એક્સપર્ટ્સ સાથે મેસેજ મોકલનારને શોધવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીએ એમ પણ કહ્યું કે અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે શું આ મેસેજ ખરેખર બિશ્નોઈ ગેંગ સાથે સંબંધિત હતો કે પછી કોઈએ મજાક તરીકે મોકલ્યો હતો.

Most Popular

To Top