Business

બંધન અને મોક્ષનું કારણ : મન

આપણા જીવનમાં સફળતા, નિષ્ફળતાનો બધો જ આધાર આપણું મન છે. સુખ, દુ:ખનો આધાર મન જ છે. માનવમન ખૂબ જ ગહન છે. આજ સુધી માનવમનને પૂરેપૂરું કોઇ સમજી શકયું નથી. 1-10 ભાગને જ સમજી શકાયું છે. 1-90 ભાગ હજુ પણ અણઉકેલ્યો જ રહ્યો છે. આજે વિશ્વે અનેક ક્ષેત્રે અવકાશમાં, ગ્રહો પર વિજય મેળવ્યો છે. પણ મનની શકિતનું માપ કાઢી શકાયું નથી. મન જો મજબૂત હોય તો હિમાલયનું ઊંચામાં ઊંચું શિખર સર કરી શકાય છે. આજના મનોવૈજ્ઞાનિકો, મોટીવેટરો મન પર જ ખૂબ ભાર મૂકે છે. મનમાં સફળતાના, શકિતના, આનંદના, આરોગ્યના, પ્રેમ, સદ્દભાવ, વિજયના, ઉજ્જવળ ભવિષ્યના વિચારો જ કરવા જોઇએ. ઇર્ષા, ટીકા, નિંદા-કુથલી પૂર્વગ્રહ છોડવાં જરૂરી છે.

તો આરોગ્ય મળશે. મન દેવતાને સમજવા મેડીટેશન ઉપયોગી થાય છે. આંખો બંધ કરી મનમાં આવતા વિચારોના સાક્ષી ભાવ કેળવી ઉજ્જવળ ભવિષ્ય જે જોઇએ તેના જ વિચારોનું ગુંજન કરવું જોઇએ. આપણા અજાગૃત મન-સબકોન્શિયસમાં ખૂબ જ શકિતઓ પડેલી છે એને ભગવાન પણ કહી શકાય. આપણા વિચારોને કોઇ અદૃશ્ય શકિત તથાસ્તુ! તથાસ્તુ ! કહ્યા કરે છે માટે મનુષ્યજીવન સફળ કરવા શુભ, રચનાત્મક, આશાવાદી, સેવામય વિચારો કરી ધન્ય બનીએ.
તાડવાડી   – રમીલા બળદેવભાઇ પરમાર              – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ખેતીની દુર્દશાનાં કારણો
ભારતમાં ખેતીનાં એકમો નાના આકાર અને વિસ્તારમાં હોય છે. મોટા ભાગની જગ્યા બિન ઉપયોગી રહે છે. તેના માલિકો પણ મહદ્ અંશે સક્ષમ હોતા નથી. એક મહત્ત્વની બાબત તો એ છે કે તેનાં ઉત્પાદનોમાંથી મળતી આવકનું પ્રમાણ કોઈ પણ રીતે પૂરતું હોતું નથી એટલે તેઓ સદા ખોટમાં અથવા દેવામાં રહે છે. આવા ખેડૂતોની સંખ્યા કરોડોમાં છે. આ જ કારણ રાજકીય પક્ષોએ પરવશતાનો લાભ લે છે. પરંતુ મુખ્ય બાબત તો ખેતી કરવાની વ્યવસ્થામાં કોઈ વિશિષ્ટ રીતે સુધારા વધારા કરવાની કે મહત્તમ  લાભ મેળવવાની ઈચ્છા કે ક્ષમતા રહેતી નથી. ખેતીનાં બિયારણ, ખાતરો, પિયતની વ્યવસ્થા, જંતુનાશક દવાઓ, વરસાદ અને હવામાન પર આધારિત ખેતી ક્યારેય લાભદાયક નીવડતી નથી.

આ બાબતના ઉકેલના આયોજન કે પ્રયત્નો આપણે ત્યાં સફળ થતાં નથી. એના મુખ્ય કારણમાં સરકાર કે તેના વહીવટકારો અને તેમાં કૃષિ ખાતાના અધિકારીઓની લાપરવાહી ભૂમિકા ભજવે છે. આધુનિક સાધનોનો અભાવ વિગેરે સમસ્યા હોય ત્યાં આવાં એકમો ક્યારેય સ્વાવલંબી નહિ બની શકે. સામુહિક કે સહકારી કે પછી કોન્ટ્રાક્ટ ખેતી જેવી વ્યવસ્થા કદાચ એનો ઉકેલ લાવી શકે છે પણ તેના વહીવટની પ્રામાણિકતા, નિષ્પક્ષતા કે પારદર્શિતા આપણે ત્યાં સ્વાર્થ, લોભ લાલચ કે અન્યો પર પ્રભુત્વ  રાખીને કરવાની આફત કે આદત  હાવી બને છે એટલે તે સફળ નીવડે તેવી આશા રાખવી નિરર્થક છે.
મુંબઈ    – શિવદત્ત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top