Charchapatra

લારી ગલ્લામાં પણ નંબર વન સુરત

ડાયમંડ સિટી નંબર વન, ટેક્ષટાઇલ માર્કેટ નંબર વન, બ્રિજ સિટી નંબર વન. તેવી જ રીતે લારી ગલ્લામાં પણ સુરત નંબર વન ગણી શકાય તેમ છે. શહેર ના મુખ્ય માર્ગ ની લાઈન દોરીનો અમલ કરાવી રસ્તા પહોળા કરી સર્વિસ રોડ બનાવી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પ્રયત્ન કર્યો.તો આખા શહેરના કોઈ પણ મુખ્ય રસ્તા ઉપર કતારબંધ લારી ગલ્લા જોવા મળશે. રોજગારી મેળવવા માટે ફેરિયાને જે તે વિસ્તારમાં કોર્પોરેશન ખાલી જગ્યા આપી તેઓને વ્યવસ્થિત વેપાર કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે તેમ છે. લારી ગલ્લાંઓને લીધે દૂષણ વધે છે. સાથે આવતાં જતાં રાહદારીઓ અને વાહનચાલકોને પણ તકલીફ પડતી હોય છે. ત્યાં વેચાતી વસ્તુઓની ગુણવત્તા પર પણ સવાલ ઊભા થાય છે ત્યારે આડેધડ ખૂલી ચૂકેલા લારીગલ્લાંઓ પર નિયંત્રણ રાખવું જોઈએ.
અમરોલી – પ્રફુલ વાડોલિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અધધધ, આગ, અકસ્માત, અડફટ
આગ, અડફટ, અકસ્માત રોજિંદા થઈ પડેલા બનાવો માઝા મૂકી રહ્યા છે. ગત સદીમાંય આગ તો લાગતી હતી જ. પરંતુ પ્રમાણ આટલું નહિ. તારણો અનેક કારણો સત્ય ઇશ્વર જ જાણે. હવે રાહદારી સુધ્ધાં સલામત નથી. જાહેર રસ્તા પર દ્વિચક્રી વાહનો પર સ્ટંટ, તેની ગતિ નિશાળે જતાં બાળકો, આંગણામાં રમતાં ભૂલકાઓ, મહિલા, પુરુષ, સૌને અડફટે લઈ ઈજા પહોંચાડે. અલબત્ત રાહદારીઓની પણ ભૂલ હોઈ શકે છે.

અડફટો, અકસ્માતો મર્યાદા ઓળંગી ગયા છે. વધુ પડતી સમયમર્યાદાનું ડ્રાઈવીંગ પણ કારણભૂત હોઈ શકે. ક્યારેક બસ, વાહનોના ખખડી ગયેલ સ્પેરપાર્ટો પણ કારણભૂત બને. રોંગ સાઈડ ડ્રાઈવીંગ, જવાબદાર છે જ. કારગત ઉપાય શું? સાંપ્રત પરિસ્થિતિ અને સંજોગોના ધસમસતા પ્રવાહનું પરિણામ નથી લાગતું? દિવસ રાત છલાંગો મારતી, નિર્દોષોના જીવ લેતી આવી ઘટનાઓ તો અંકુશમાં લાવો. ધનની સેવા સાધારણ, મનની મધ્યમ, પણ તનની સાચવણી-સેવા શ્રેષ્ઠ છે.
સુરત     – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top