SURAT

હીરા ઉદ્યોગ માટે સારા સમાચારઃ ઈતિહાસમાં પહેલીવાર ડી બિયર્સે લીધો આવો નિર્ણય

સુરત: ડાયમંડ મેન્યુફેકેચરિંગનાં હબ સુરતમાં દિવાળી વેકેશન પછી 50% કારખાનાઓ હજુ ખુલ્યા નથી. બજારની સ્થિતિ જોતાં 2024નાં વર્ષની અંતિમ સાઈટમાં ડી બિયર્સે રફ ડાયમંડની કિંમતમાં ઐતિહાસિક 15 થી 20% ભાવ ઘટાડ્યા છે. ડી બિયર્સે તેની ડિસેમ્બરની દૃષ્ટિએ રફ ભાવમાં મોંઘી કિંમતની રફનાં ભાવમાં 10% થી 15% સુધીનો ઘટાડો કર્યો છે, જ્યારે અન્ય ક્વોલિટીમાં 15 થી 20 ટકાનો ઘટાડો કરી સાઈટ હોલ્ડર અને બાયર્સને ખરીદી માટે લલચાવ્યા છે.

  • 2024ની અંતિમ સાઈટમાં ડી બિયર્સે રફની કિંમતમાં ઐતિહાસિક ઘટાડો કર્યો
  • રફ ડાયમંડની કિંમતમાં મોટો ઘટાડો મંદીમાં હીરા ઉદ્યોગને ફળે એવી આશા
  • મંદીમાં રફના ભાવ 15થી 20 ટકા ઘટાડી સાઈટ હોલ્ડર અને બાયર્સને ખરીદી માટે લલચાવ્યા
  • જો કે માલમાંથી હજુ નફો નહીં કરી શકતા હોવાનો ઉત્પાદકોનો કકળાટ

કંપનીએ એના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી માત્રામાં ભાવો ઘટાડ્યા છે. પરંતુ ઉત્પાદકો કહે છે કે તેઓ હજી પણ માલમાંથી નફો કરી શકતા નથી.

તાજેતરના મહિનાઓમાં સૌથી નબળી માંગ જોવા મળી હોય તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને માઈનિંગ કંપનીએ મોટાભાગની સાઈટમાં ભાવ ઘટાડ્યા છે. કંપનીએ તાજેતરની મંદી દરમિયાન રજૂ કરાયેલી કેટલીક વધારાની સપ્લાય લવચીકતાને પણ દૂર કરી હતી. આ કાપ ડી- બીયર્સ અને ઓપન માર્કેટ વચ્ચેના ભાવ તફાવતને ઘટાડવા તરફ અમુક માર્ગે જાય છે.

કેટલીક કેટેગરીમાં ટેન્ડરો અને હરાજીમાં માલસામાન કરતાં ડી બીયર્સની રફ આશરે 20% થી 25% વધુ મોંઘી હતો, કારણ કે માઈનિંગ કંપની માંગ ઘટવા છતાં ભાવનું સ્તર જાળવી રાખ્યું હતું, ડી બીયર્સે તેની કિંમતો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

ક્રિસમસ અને ચીનના નવા વર્ષમાં ડીમાન્ડ નીકળશે, કોસ્ટિંગ ઘટતાં તૈયાર હીરાના ગ્રાહકોને આકર્ષી શકાશે
પોલીશ્ડ કિંમતોમાં થોડી સ્થિરતા અને રિટેલ અને મિડસ્ટ્રીમમાં પોલિશ્ડ સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે. સુરત અને મુંબઇના ઉદ્યોગકારોમાં એટલા માટે મોટી રાહત છે કે આગામી બે મહિનામાં ક્રિસમસ વૈશ્વિક ફેસ્ટીવલ તેમજ ચીનનું નવું વર્ષ, એ બે મોટા ફેસ્ટીવલમાં ડાયમંડ સ્ટડેડ જ્વેલરીની ખાસ્સી ડીમાંડ નીકળશે અને કાચા હીરાના ભાવ ઘટ્યા હોવાથી તૈયાર હીરા તેમજ હીરા જડીત જ્વેલરીના ભાવ પણ ઘટશે અને તેના કારણે ગ્રાહકોને આકર્ષી શકાશે.

ડી બિયર્સ એ વર્ષ 2025ની સાઇટ ની તારીખો જાહેર કરી
વિશ્વની સૌથી મોટી માઈનિંગ કંપની ડી બિયર્સે વર્ષ 2025ની સાઇટની તારીખો જાહેર કરી છે. 12 મહિનાના સમયગાળા દરમિયાન 10 સ્થળે સાઈટ રાખવાની યોજના સાથે તેનું વેચાણ શેડ્યૂલ જાહેર કર્યું છે. કંપનીએ કેટલીક વધારાની સપ્લાય ફ્લેક્સિબિલિટી પણ દૂર કરી છે. આવતા વર્ષે, અંતિમ સાઈટ પરંપરાગત પાંચને બદલે ચાર દિવસની રહેશે.

ડી બિયર્સના 2025ની સાઈટની તારીખો: 1: જાન્યુઆરી 20 થી 24 , 2: ફેબ્રુઆરી 24 થી 28 , 3: માર્ચ 31 થી એપ્રિલ 4 , 4: મે 5 થી 9 , 5: જૂન 9 થી 13 , 6: જુલાઈ 14 થી 18 , 7: ઓગસ્ટ 25 થી 29 , 8: ઓક્ટોબર 6 થી 10 , 9: નવેમ્બર 3 થી 7 , 10: ડિસેમ્બર 8 થી 11

Most Popular

To Top