SURAT

ભાજપની મહિલાના નેતા દીપિકા પટેલના પોસ્ટ મોર્ટમમાં મોટો ખુલાસો, ચિરાગની 3 કલાક પૂછપરછ કરાઈ

સુરતઃ અલથાણ વિસ્તારના ભાજપના મહિલા મોરચાના નેતાના આપઘાતની ઘટનાએ શહેરને હચમચાવી દીધું છે. દીપિકા પટેલ વોર્ડ નં. 30ના મહિલા મોરચાના પ્રમુખ હતા. પટેલે પોતાના ઘરમાં દુપટ્ટાથી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હવે દીપિકાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આપઘાતની પૃષ્ટિ થઈ છે.

દીપિકા પટેલના આપઘાત બાદ સૌથી પહેલાં ચિરાગ સોલંકી તેમના ઘરે પહોંચ્યા હતા. દીપિકા પટેલે છેલ્લો ફોન પણ ચિરાગ સોલંકીને કર્યો હતો. સુરત શહેર પોલીસે ચિરાગ સોલંકીની 3 કલાક પૂછપરછ કરી છે અને હવે સોલંકીના કોલ ડિટેઈલની તપાસ કરી રહી છે.

દીપિકાએ છેલ્લો કોલ ચિરાગ સોલંકીને કર્યો હતો
આપઘાત કરવા પહેલાં દીપિકા પટેલે છેલ્લો કોલ ચિરાગ સોલંકીને કર્યો હતો. દીપિકા પટેલે કોર્પોરેટર ચિરાગ સોલંકીને કહ્યું હતું કે, હું આત્મહત્યા કરી રહી છું. ત્યાર બાદ ચિરાગ સોલંકી દીપિકાના ઘરે પહોંચ્યો હતો. સીસીટીવીમાં આ વાતની પુષ્ટિ થઈ છે.

પરિવારના આક્ષેપ બાદ પોલીસે ભાજપના કાઉન્સિલર ચિરાગ સોલંકીની ત્રણ કલાક પૂછપરછ કરી હતી. પરિવારે પોલીસ દ્વારા તટસ્થ તપાસની માંગ કરી છે. જ્યારે તેણે ફોન ન ઉપાડ્યો ત્યારે ચિરાગ દીપિકાના ઘરે ગયો હોવાનું પણ બહાર આવ્યું હતું.

પોલીસ દીપિકાની આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરી રહી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું કોઈ દીપિકાને બ્લેકમેલ કરી રહ્યું છે? જે બાદ દીપિકાએ આત્મહત્યા કરી લીધી હતી. ડીસીપી (ઝોન-4) વિજય સિંહ ગુર્જરના જણાવ્યા મુજબ ડોકટરોએ ફાંસીથી મૃત્યુની પુષ્ટિ કરી છે. ગુર્જરે કહ્યું કે પટેલે આ પગલું ભરતા પહેલા સોલંકીને ફોન કર્યો હતો.

આ સાથે જ પોલીસે નોંધેલા નિવેદનમાં સામે આવ્યું છેકે, ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ જ રૂમનો દરવાજો ખોલીને લટકી રહેલી દીપિકાને નીચે ઉતારી હતી અને ત્યાર બાદ દુપટ્ટો કબાટમાં મૂકી દીધો હતો.

પોલીસે દીપિકા પટેલના ઘર બહારના CCTV કબ્જે લીધા
દીપિકા સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી હતી. દીપિકાના લગ્ન નરેશભાઈ પટેલ સાથે થયા હતા. પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે. પતિ ખેતીકામ કરે છે અને દીપિકાબેન ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. ભાજપે દીપિકાને વોર્ડ 30ના મહિલા મોરચાના પ્રમુખની જવાબદારી સોંપી હતી.

દીપિકા બે વર્ષ પહેલા જ ભાજપના કાઉન્સિલર ચિરાગ સોલંકીના સંપર્કમાં આવી હતી. દીપિકા પટેલે આપઘાત કર્યો તે પહેલા પોલીસે તેના ઘરની બહારના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે દીપિકાએ છેલ્લે સુરત મહાનગર પાલિકાના કાઉન્સિલર ચિરાગ સોલંકીને ફોન કર્યો હતો.

Most Popular

To Top