સુરતઃ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. આજે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. આ વખતે સગા પિતાએ નાનકડી વાતમાં 18 વર્ષીય દીકરીને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી છે. દીકરી રસોઈ બનાવવાનું નહીં શીખી રહી હોવાના લીધે તેને મારી નાંખી. ચોકબજાર પોલીસે હત્યારા પિતાને પકડી લીધો છે.
મળતી માહિતી અનુસાર ચોક બજાર વિસ્તારમાં ભરી માતા રોડ પર આવેલા સુમન મંગલ આવાસમાં મુકેશ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. પત્ની ગીતા, બે પુત્રી અને બે પુત્ર સાથે રહે છે. છેલ્લાં ઘણા સમયથી 18 વર્ષીય પુત્રી હેતાલી પરમારને રસોઈમાં માતા સાથે મદદ કરવાનું કહ્યું હતું અને રસોઈ બનાવવાનો શીખવાનો પિતા મુકેશભાઈ અને માતા ગીતાબેન કહેતા હતા.
ગયા ગુરુવારે બપોરે 1:00 વાગે પરિવારના સભ્યો ઘરમાં હતા ત્યારે તેના પિતા મુકેશ પરમારે હેતાલીને રસોઈ બનાવો બાબતે ઠપકો આપ્યો હતો અને હેતાલી સાથે પિતા મુકેશ પરમાર સાથે માથાકૂટ થઈ હતી જેમાં ઉશ્કેરાઈ જઈને મુકેશ પરમારે રસોડામાંથી કૂકર લાવીને દીકરીના માથા પર માર્યું હતું.
માતા સહિતના પરિવારના સભ્યો હેબતાઈ ગયા હતા. હેતાલીને માથાના ભાગે ગંભીર પહોંચી હતી. સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે ચોક બજાર પોલીસ જાણ થતા તેમને તાત્કાલિક ફરિયાદ લીધી હતી અને સારવાર દરમિયાન હેતાલી બેન મુકેશ પરમાર મોડી રાતે મોત નિપજ્યું હતું.
આ બનાવ સંદર્ભે ચોક બજાર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને પુત્રીની હત્યા કરનાર પિતા મુકેશ પરમાર ની સત્તાવાર રીતે મોડી રાતે ધરપકડ ચોક બજાર પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ વિશાલ વાઘોડિયા એ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.