સુરતઃ કામરેજના ઉદ્યોગ અને ઉંભેળથી રીક્ષામાં પેસેન્જર બેસાડી મોબાઇલ લૂંટી લેવામાં આવતાં હતાં. પકડાયેલા અન્ય પૈકી વોન્ટેડ આરોપી અને અમરોલીના કોસાડ આવાસ ખાતે રહેતા રાહુલ ઉગરેજીયાની લાશ લાડવી ગામની સીમમાંથી મળી આવી હતી. બાદમાં મુદ્દામાલની ભાગબટાઈમાં હત્યા થઈ હતી જેમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
મોબાઇલ ચોરી વાળી રિક્ષા ગેંગ દ્વારા કોસમાડી નજીક રોડ પર ઉભેલા કામરેજના એકટીવા સવાર તેમજ તેના મિત્ર સહિત ત્રણ મોબાઇલ અને ચાંદીની લકીની લૂંટમા મૃતક રાહુલ ઉગરેજીયા સામેલ હતો. જે લૂંટનો ભોગ બનેલા બાઈક સવારે કલ્પેશ વાઘેલા, રોહિત ઉગરેજીયા, રાહુલ ઉગરેજીયા, દેવો તેમજ સુજલ સામે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લૂંટી લીધેલી ચાંદીની લકી વાળી ઘટનામાં રોહિતનો ભાઈ રવી સામેલ ના હોવા છતાં તેને લૂંટ વાળું લકી પસંદ આવી જતા રાહુલ પાસે માંગતા રાહુલે આપવાની ના પાડી દીધી હતી. બોલાચાલી બાદ રાહુલે રોહિતને ઘા મારી દેતા ગુસ્સામાં આવેલા તેના ભાઈ રવિએ ચપ્પુનો એક ઘા રાહુલને મારી દીધો હતો. ત્યારે રોહિતે તેના ભાઈ રવી પાસેથી ચપ્પુ લઈ ભાગેલા રાહુલને પાછળના ભાગે ઘા મારી ભાગી ગયા હતા.
ચપ્પુના ઘા થી ઇજાગ્રસ્ત રાહુલ ઉગરેજીયાનું મોત થતાં ઘટના સ્થળે શોધખોળ બાદ તેના પરિવારને લાશ લાડવીની સીમમાંથી મળી આવી હતી. કામરેજ પોલીસે અમરોલીના કોસાડ આવાસ ખાતે રહેતા રવી કિરણભાઈ ઉગરેજીયા અને રોહિત કિરણભાઈ ઉગરેજીયા સહિત બંને ભાઈની અટક કરી હતી.