National

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર ઈડીના દરોડા, પોર્ન રેકેટ સાથે સંકળાયેલો છે મામલો

મુંબઈઃ પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને અન્ય લોકોના રહેઠાણો અને ઓફિસો પર દરોડા પાડ્યા છે. ઈડી દ્વારા કેસ નોંધ્યા બાદ હવે રહેણાંક જગ્યાઓ અને ઓફિસોની સર્ચ કરવામાં આવી રહી છે.

કુન્દ્રાની જૂન 2021માં ‘અશ્લીલ’ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે કુન્દ્રા આ કેસમાં મુખ્ય કાવતરાખોર હતો. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ તે હાલમાં સપ્ટેમ્બર 2021થી જામીન પર છે. રાજ કુંદ્રા અને તેની કંપની પોર્ન ફિલ્મો દ્વારા ન માત્ર મોટી કમાણી કરતી હતી પરંતુ તેમણે દેશના કાયદાને તોડી પાડવા માટે પણ પુરી વ્યવસ્થા કરી હતી.

રાજના બિઝનેસનું રહસ્ય કેવી રીતે બહાર આવ્યું?
સૌથી પહેલા તો જાણી લો કે આ રહસ્ય કેવી રીતે જાહેર થયું? મુંબઈ પોલીસે આ વર્ષે 4 ફેબ્રુઆરી 2021ના રોજ આ મામલે કેસ નોંધ્યો હતો. જ્યારે એક યુવતીએ મુંબઈના માલવાણી પોલીસ સ્ટેશનમાં આ રેકેટ અંગે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે કેવી રીતે કેટલાક લોકો છોકરીઓને ફિલ્મો અને ઓટીટીમાં કામ અપાવવાના નામે અશ્લીલ ફિલ્મોમાં કામ કરવા દબાણ કરે છે. આ સાથે મુંબઈમાં ઘણા બિઝનેસમેન અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ કરીને મોટી કમાણી કરી રહ્યા છે.

આ પછી પોલીસે મલાડ વેસ્ટ વિસ્તારના એક બંગલામાં પોર્ન ફિલ્મનું શૂટિંગ થતું હતું ત્યાં દરોડા પોલીસને રાજ કુન્દ્રા અને તેની કંપની વિશે તરત જ સંકેતો મળી ગયા હતા પરંતુ પોલીસ તેમના પર હાથ મૂકતા પહેલા નક્કર પુરાવા એકત્ર કરવા માંગતી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર રાજ કુન્દ્રા સાથે જોડાયેલી ઘણી વધુ માહિતી તેની પાસે ઉપલબ્ધ હતી. તેમાં પીડિત યુવતીઓના નિવેદનો, વોટ્સએપ ચેટ્સ, એપ પર ઉપલબ્ધ ફિલ્મો અને રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફિક ફિલ્મોના બિઝનેસનો સંપૂર્ણ હિસાબ હતો. આ પછી જ રાજની ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top