સુરત: સુરતના 10 થી 12 નાયલોન યાર્ન ઉત્પાદક દ્વારા નાયલોન યાર્ન પર BIS ના માપદંડ લાગુ કરવા અને બેઝિક કસ્ટમ ડ્યૂટી વધારવાની માંગનો સુરત નાયલોન વિવર્સ એસોસીએશને વિરોધ કર્યો છે. વિવર્સ અગ્રણી મયુર ગોળવાલાની આગેવાનીમાં આજે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરિરાજસિંહને નાયલોન વિવર્સ એસો.એ આવેદનપત્ર આપી નાયલોન યાર્ન પર BIS લાગુ નહીં કરવા અને આયાતી નાયલોન યાર્ન પર બેઝિક કસ્ટમ ડ્યૂટી નહીં વધારવા રજૂઆત કરી હતી.
- સુરત નાયલોન વિવર્સ એસોસીએશને બેઝિક કસ્ટમ ડ્યૂટી નહીં વધારવા અને બીઆઈએસ લાગુ નહીં કરવા ટેકસટાઇલ મંત્રી ગિરિરાજસિંહને રજૂઆત
- 10/12 લોકોના લાભમાં DGTR એ નિર્ણય લીધો છે, સરકાર નાયલોન યાર્ન યુઝર્સ વિવર્સને સાંભળી નિર્ણય લે: મયુર ચેવલી
- સરકાર મહત્તમ નાના લોકોમે રોજીરોટી મળે એની તરફેણમાં છે. બધાને સાંભળીને જ નિર્ણય લેશે: ગિરિરાજ સિંહ
એસો.ના પ્રમુખ મયુરભાઈ ચેવલી, સેક્રેટરી વિમલભાઈ બેકાવાળા, દર્શન રંગરેજ, મિહિર ચોકસી, પાર્થભાઈ, જેનિસ જરીવાલાએ રજૂઆત કરી હતી કે, સરકારે 10/12 મુઠ્ઠીભર યાર્ન ઉત્પાદકોની વાત પર નિર્ણય લેતાં પહેલાં હજારો લોકોને રોજીરોટી પૂરી પાડતાં નાયલોન યાર્ન વપરાશ કરનાર વિવર્સને સાંભળવા જોઈએ.
10/12 લોકોના લાભમાં DGTR એ નિર્ણય લીધો છે, સરકાર નાયલોન યાર્ન યુઝર્સ વિવર્સને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લીધો છે, તે ખોટો છે અને આ સેક્ટર માટે જોખમી નીવડશે. DGTR ને ખોટા આંકડાઓ સાથે રજૂઆત કરી હુકમ મેળવનાર સ્પીનર્સ સંગઠન સરકારી માન્યતા ધરાવતું રજિસ્ટર્ડ નથી.
યાર્ન ઉત્પાદકોકલે નાયલોન યાર્ન વપરાશ કરતાં વિવર, નિટર્સ અને સાઈઝરને ડરાવી કુત્રિમ રીતે નાયલોન યાર્નમાં ભાવ વધારો કરવાનો બદ ઈરાદો ધરાવે છે. બે વર્ષ પછી દિવાળી સિઝનથી આ ઇન્ડસ્ટ્રી મંદીમાંથી બહાર આવી છે.ત્યારે કોઈપણ નિર્ણય લેતા પેહલા સરકારે સ્ટેક હોલ્ડરોને સાંભળવા જોઈએ.એક ટીમ સુરત મોકલવી જોઈએ.
મયુર ગોળવાલાએ ગિરિરાજ સિંહને જણાવ્યું હતું કે, આયાતી નાયલોન યાર્ન અને લોકલ નાયલોન ફિલામેન્ટ યાર્નની ગુણવતામાં પણ જમીન આસમાનનો ફરક છે. વિવિંગ ઉધોગ આજે આધુનિકરણ તરફ વધી રહ્યું છે. હાલમાં અપગ્રેડ મશીનો ઉપર સારી ગુણવતાવાળું યાર્ન જ ચાલી શકે અને ડિફેકલેસ કપડું બનાવી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોતાનું સ્થાન ઊભું કરી શકે.
નાયલોન યાર્ન વિવર્સ એસો. એ ટેક્સટાઇલ મંત્રી સમક્ષ આ રજૂઆત કરી
- 1ST GRADE ના લોકલ નાયલોન યાર્નના કાર્ટૂનમાં SS અને PQ એટ્લે BF (ફાટેલું યાર્ન) સાથે હાર્ડ વાઇડિંગ, લૂપ્સ, લો નિપ્સ પ્રકારનું યાર્ન આવી રહ્યું છે.
- ત્રણ થી ચાર મહિના જૂનું સ્ટોક કરેલું યાર્ન પણ વાઇડિંગ અને TFO મશીનનો ઉપર ચલાવવામાં ૫૦% જેટલો વેસ્ટેડ કરે છે કારણ કે લોકલ નાયલોન યાર્નમાં નાખેલું ઓઇલ ઊડી જાઈ છે અને તેનો પાવડર બની TFO મશીન ઉપર બ્રેક થાય છે.
- લોકલ નાયલોન યાર્નના કાર્ટૂનમાં એક પ્રમાણેનું વજન અને લંબાઈ હોતી નથી. જેથી યાર્ન ચલાવવામાં તકલીફ પડે છે.
- લોકલ નાયલોન યાર્નમાં DEYING GAURANTEE આપવી જોઈએ, જે લોકલ નાયલોન યાર્ન સ્પીનેર્સ આપી શકતા નથી સાથે તેઓના સેલ બિલ ઉપર NO DEYING GAURANTEE લખાયને આવી રહ્યું છે જે ઉચીત નથી.