અન્નના બગાડ પર ચર્ચાપત્ર માટે ખૂબ સુંદર સૂચનો મળ્યાં – ૧. લગ્ન કે શુભ પ્રસંગે બોર્ડ લગાવી શકાય, કોઈકે વળી કહ્યું કેટરિંગવાળાને કહો અનાજનો બગાડ ન જ થાય એનાં ફરજીયાત બોર્ડ લગાવે. ૨. એક સૂચન આવ્યું પીરસનારા આવડત હોય ને સૂચનાઓ અપાય તો બગાડ ઓછો થાય. ૩. પીરસતા મોટા ચમચાની જગ્યાએ મોટી ચમચી વાપરવી. ૪. રસોઈ વધે તો એને ફેંકી ન દેતાં ગરીબ લોકોને જમવાની વ્યવસ્થા કરાય. ૫. જેટલું આમંત્રણ આપીએ તેટલી જ રસોઈ બનાવીએ. ૬. ઘણી રસોઈ (મીઠાઈ) એવી છે કે એ વધે તો પાછી પરત આપી શકાય.
૭. રસોઈના સ્થળે સુવ્યવસ્થિત મેનેજમેન્ટવાળા માણસ રખાય જેથી માણસોને જોઈને દાળભાત વગેરે ઘણી રસોઈ તુરંત બનાવી શકાય. ૮. હાલના રસોઈયા રસોઈ બનાવે છે. એમાં ભરપૂર તેજાનો મરી-મસાલો, તેલનો ઉપયોગ કરે છે. જેથી રસોઈ વધુ ખાઈ જ ન શકાય. રસોઈ સાદી ભાવે એવી બનાવવી જોઈએ. ૯. આપેલ આમંત્રણ પ્રમાણે મા લિકે જમવાની વ્યવસ્થા કરવી જોઈએ અને સમયસર જમણવાર ચાલુ થવો જોઈએ.
આ સમય ન જળવાય તો ઘણી વાર લોકો જમ્યા વગર નીકળી જાય અને રસોઈ બગડે ૧૦. પૈસાના અભાવે નહીં, આયોજનના અભાવે મોટા ભાગે પ્રસંગ બગડે છે. શુભ પ્રસંગો જીવનમાં ભાગ્યે જ આવતા પ્રસંગો છે, હરખ આગળ બધું જ ગૌણ બની જાય છે. દેખાદેખી એ દેવું કરીને ઘી પીવાવાળા આજે સમાજમાં વધી રહ્યા છે. સામાજિક પ્રસંગોમાં હવે અનાજના બગાડ બાબતે સમાજ સંગઠનોએ અને તમામે વિચારવું જ રહ્યું.
સુરત – મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.