હવે ઋતુઓએ દિશા બદલી છે. ઘણા સમયથી ચાલતું ચોમાસું હમણાં જ ગયું. શિયાળો પણ ધીમે ધીમે પગલાં માંડે છે. એટલે ઋતુઓ જો દિશા બદલતી હોય તો આપણે પણ જીવનની દિશા બદલવી જોઈએ. શૈશવકાળ પ્રમાણે રમવું, જમવું અને ભણવું આપણાં ધ્યેય હતાં. શાળામાં પ્રવેશ કરતાં આપણા આંતરિક મનનો વિકાસ ધીમે ધીમે કિશોર બહુ જલ્દી કુમારાવસ્થા આવી, નિર્ણયો લેતાં પણ થયો, છતાં અવસ્થામાં શિક્ષણ બાળપણના મસ્તીમાં શિક્ષણ લેવા લાગ્યા અને થઈ ગયા અને બૌધ્ધિક વિકાસ પણ થવા લાગ્યો.
તોફાની યુવાની આવી પહોંચી. શરીરની તંદુરસ્તી જાળવવા બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ કરવો જરૂરી છે. યુવાનીમાં યુવાઓએ પોતાની જાતનું ઘડતર કરવા ઉત્તમ પુસ્તક, પુસ્તકોનું વાચન વિચારશીલ બનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. યુવાનીમાં કમાવવું, કરી બાળકોને કુટુંબની સેવા કરવાનું અને તટસ્થ ભાવે વિચારવાનું યુવાનોએ કામ કરવું જોઈએ. સજજનોની સંગમાં રહી નવી દિશામાં જોતાં શીખવું જોઈએ. હરવા ફરવા પણ ખૂબ જવું કારણકે ઘડપણમાં શરીર આ શોખ પૂરા થવા ન દે. નેતૃત્વના ગુણો યુવાનીમાં જ ખીલવી શકાય. જિંદગીનો છેલ્લો પડાવ એટલે વૃધ્ધાવસ્થા.
આપણે નડતો અમુક ખરાબ સ્વભાવ છોડવો અને દરેક સાથે અનુકૂલન સાધવાની વૃત્તિ કેળવવી અત્યંત આવશ્યક છે. શહેરમાં ઘણાં સિનિયર સીટીઝન્સ મંડળો છે, જયારે યુવાનોની કલબ ઓછી છે. વૃધ્ધોને જે શોખ હોય તે પૂરો કરવો જોઈએ. દા.ત. સંગીતનો, ચિત્રકલાનો, ફોટોગ્રાફીનો વગેરે. બહેનોએ યુવા બહેનોને વાનગી શીખવવાના કલાસ ચાલુ કરવા જોઈએ. વૃધ્ધોએ સમજદારી બતાવી બહુ સલાહ સૂચન સંતાનોને આપવાં ન જોઈએ. જો સલાહ માંગે તો એક જ વાર આપવી.
અડાજણ પાટિયા – રેખા ન. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ટ્રાફિક ઓછું કરવા દબાણ દૂર કરો
સુરત શહેરની વધતી વસ્તી અને વધતાં વાહનોને કારણે ખાસ કરીને શહેરી વિસ્તારમાં ટ્રાફિકની ભયંકર તકલીફો ઊભી થઈ છે. પોલીસ કમિશનરે રસ્તા પર ઊતરીને ટ્રાફિક સમસ્યા વિશે જે પણ કંઈ સૂચનો આપ્યાં છે તે આવકારદાયક છે પરંતુ કમિશનરે પણ જોવું જોઈએ કે રોડની બંને બાજુએ લારી ગલ્લાવાળાં ગેરેજવાળાઓનાં વાહનો મૂકી રોડ પર જ ગાડી રીપેર કરે છે તે સાંકડા રોડને વધુ સાંકડો બનાવે છે તે તરફ ધ્યાન આપવાની જરૂર છે. નિર્મલ હોસ્પિટલ તરફથી ઉધના મગદલ્લા રોડ તરફ જતા રોડની કમિશનરે જાતે મુલાકાત લેવી જોઈએ.
જે રોડ છે તેનાથી અડધો રોડ તો દુકાનદારો ગાડીઓ મૂકીને ધંધો કરે છે જેના કારણે ટ્રાફિકમાં ભયંકર તકલીફ પડે છે. ઉધના ચાર રસ્તા પર પણ એવું જ છે, જ્યાં ખાણી પીણીની લારીવાળાઓને કારણે પણ ટ્રાફિકમાં અડચણ ઊભી થાય છે. જો ટ્રાફિકની સમસ્યા દૂર કરવી હોય તો રોડની આજુબાજુના રસ્તાઓ પરથી દબાણો ખુલ્લાં કરવાની ખાસ જરૂર છે. પોલીસ કમિશનર આ બાબતે પણ રોડની આજુબાજુના વિસ્તારની મુલાકાત લઇ દબાણો દૂર કરવા તરફ ધ્યાન આપે તે જરૂરી છે.
સુરત વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.