વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ સી.ઓ.પી.ની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત,વકીલ મંડળે સાસદનો આભાર માન્યો.
છેલ્લા ઘણાં સમયથી નોટરીના લાયસન્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવતા હોવાથી મેનેજીંગ કમિટી મેમ્બર દ્વારા સાંસદ ને રજૂઆત કરવામાં આવી હતી.
સાંસદ ડો.હેમાંગ જોશીએ કાયદામંત્રી ને રજૂઆત કરતાં કેબિનેટ કાયદામંત્રી અર્જુન મેઘવાલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી સર્ટિફિકેટ આપવાની સૂચના આપી.
(પ્રતિનિધિ) વડોદરા તા.28
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભારત સરકાર દ્વારા અપાતા નોટરીના લાયસન્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવતા હોવાથી વડોદરા વકીલ મંડળના સભ્યો દ્વારા વડોદરાના સાંસદ નું ધ્યાન દોરતા સાંસદ ડો.હેમાગ જોશીએ કાયદામંત્રીને રજૂઆત કરતાં કાયદામંત્રી દ્વારા તાત્કાલિક આ સંદર્ભે અધિકારીઓને કાર્યવાહી કરી સર્ટિફિકેટ આપવાની સૂચના આપતાં વડોદરા વકીલ મંડળે સાંસદ તથા કાયદામંત્રી નો આભાર માન્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં ગત માર્ચ -2024 માં ભારત સરકાર દ્વારા નોટરીના એપોઇન્મેન્ટ કરવામાં આવેલી હતી પરંતુ છેલ્લા ઘણાં સમયથી નોટરીના લાયસન્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવતા હોય વડોદરા વકીલ મંડળના મેનેજીંગ કમિટી મેમ્બર વિરાજ પ્રકાશ ઠક્કર,ધવલ પટેલ દ્વારા આ મામલે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી ને વાકેફ કર્યા હતા અને પેન્ડિંગ નોટરી સો.ઓ.પી.માટેની માગ કરી હતી જેના પગલે ગત તા.28નવેમબરના રોજ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ વડોદરા વકીલ મંડળના કમિટી મેમ્બર વિરાજ ઠક્કર અને ધવલ પટેલને સાથે રાખીને લોકસભામાં કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલજીને રજૂઆત કરતાં કેન્દ્રીય મંત્રીએ તાત્કાલિક ધોરણે તેમના તાબા હેઠળના અધિકારીઓ ને બોલાવી વડોદરા શહેરના નોટરીના પેન્ડિંગ સી.ઓ.પી.તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી વહેલામાં વહેલી તકે સર્ટિફિકેટ આપવા સૂચના આપી છે જે અંગે વડોદરા વકીલ મંડળ ના કમિટી મેમ્બર વિરાજ ઠક્કર તથા ધવલ પટેલે કેબિનેટ કાયદામંત્રી તથા સાંસદનો આભાર માન્યો હતો.