ગાંધીનગર જીએસડીએમ અધિકારી તથા આરએફઓ ટીમે ફાયર સ્ટેશન ખાતે ઓચિંતી મુલાકાત લીધી
વડોદરા શહેરમાં કોઈપણ જગ્યાએ આગનો બનાવ કે પછી મોટી દુર્ઘટના બનતી હોય ત્યારે ફાયર વિભાગ તેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતું હોય છે. જોકે ઘણી વખત ફાયર વિભાગ વિવાદોમાં પણ આવતું હોય છે. વડોદરા શહેર નજીક હાઈવે પાસે ઇ.આર.સી ફાયર સ્ટેશન ખાતે ઘણા વાહન જોવા મળતા હોય છે સાથે સાથે રીપેરીંગ કરવા માટે પણ ફાયરના સાધનો અહી લાવવામાં આવતા હોય છે. મહત્વની વાત એમ છે કે ગુજરાત તેમજ રાજ્ય સરકાર દ્વારા 21 વાહનો વડોદરા ને ફાળવવામાં આવ્યા છે. તેમાં 19 મોટા વાહનો અને બે બુલેટ પણ આપવામાં આવી છે.
ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર જીએસડીએમના અધિકારી આરએફઓની ટીમ બીઆરસી ફાયર સ્ટેશન આવ્યા હતા. આ દરમિયાન ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ પણ હાજર જોવા મળ્યા હતા. જ્યાં તમામ ફાયર સાધનોની ફિટનેસ છે કે કેમ, તેના વાહનોના સ્પેરપાર્ટ વર્ક કરે છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. સાથે જ જો કોઈ વાહનમાં ખામી દેખાશે તો એના બદલામાં અન્ય નવા વાહનો મળવાની શક્યતા જોવા મળી રહી છે.