Vadodara

વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ

માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લોગિંગ નહિ કરવા ચીમકી ઉચ્ચારી :

ઓનલાઈન ફૂડ ડિલિવરી મંગાવતા ખાવાના શોખીનોને જાતે હોટેલ રેસ્ટોરેન્ટમાં ધક્કા ખાવાની નોબત આવી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.27

વડોદરા શહેરમાં ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓને પેઆઉટની સમસ્યાને લઈને હડતાલ કરી હતી તેઓની માંગ હતી કે જૂના પેઆઉટ પ્રમાણે તેઓને વેતન આપવામાં આવે , તેવી માંગ સાથે ડિલિવરી બોય હડતાલ પર ઉતર્યા છે.

વડોદરા શહેરમાં ઘણા લોકો ઓનલાઈન ફૂડ મંગાવતા હોય છે. જેમાં શહેરના સ્વિગી દ્વારા ફૂડ ડિલિવરી કરતા કર્મચારીઓ દ્વારા નવા પેઆઉટ નો વિરોધ કરવામાં આવ્યો છે. જે પ્રકારે જુના પેઆઉટ પ્રમાણે 20 ઓર્ડર ડિલિવરી કરવામાં આવે તો હજાર રૂપિયા જેટલું વળતર ડિલિવરી બોય ને મળતું હતું. પરંતુ નવા પેઆઉટના કારણે 27 ફૂડ ડીલેવરી કરે તો 800 રૂપિયા જેટલું જ વળતર મળી રહ્યું છે. ત્યારે કર્મચારીઓની માંગ છે કે આ વળતર થી ડીલેવરી કરવામાં આવતા પેટ્રોલનો પણ ખર્ચો નીકળતો નથી, ખૂબ જ ઓછું પેમેન્ટ અમને મળી રહ્યું છે. ત્યારે જુના પ્રમાણે અથવા નવા પેઆઉટના ભાવમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી.

હડતાલ પર ઉતરેલા સ્વિગીના ડીલર બોયે જણાવ્યું હતું કે હું વર્ષ 2018 થી અત્યાર સુધી છેલ્લા છ વર્ષથી કામ કરી રહ્યો છું, હાલ સમસ્યા એ છે કે અમારા ફિલ્ડ પર કેટલાક રાઈડરો 70% એવા છે જેઓને આજદિન સુધી ઘણી બધી સમસ્યાઓ છે. એનું કોઈ પણ નિરાકરણ કરવામાં આવતું નથી અમને ફોન આવે પણ છે તો જેના નંબર સેવ છે તેમના જ નંબર ઉઠાવવામાં આવે છે, તો અમારી માંગણી એ છે, અમારું જે પેઆઉટ પહેલા હતું તે પાછું લાવો અને લોગીન વાળી આઈડીઓ લાવ્યા છે,એ બંધ કરી દો અને એ પે આઉટ ને સ્થગિત કરી દો. અમે મેનેજરને રજૂઆત કરી છે પણ તેઓને બહાર આવવાની પણ ફુરસત નથી. જે સિસ્ટમ લાવ્યા છે તે તદ્દન ખોટી છે જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોગિંન કરવાના નથી.

Most Popular

To Top