કુદરતને મળવું હોય ને, તો હસતા રહેવાનું..! મગજને બદલે હોઠ ખેંચવાના. હાસ્ય એ કુદરતનું સ્વરૂપ છે. ખબર છે ને, હાસ્યના સંવર્ધન અને સંવનન માટે, માણસ Joker બનતાં પણ અચકાતો નથી. ખિસ્સા ભલે ખાલી હોય, પણ જેના હ્રદયમાં હસવાનો ખજાનો છે, એ નિરાધાર હોતો નથી. કેમ કે હસવું એ પ્રાર્થના છે, ને જે હસાવે છે, એના માટે ભગવાન પ્રાર્થના કરે છે. પેલા JOKER એ ગાયેલું ગીત યાદ આવે છે ને….
કહેતા હૈ જોકર સારા જમાના, આધિ હકીકત આધા ફસાના
ચશ્મા ઉતારો ફિર દેખો યારો, દુનિયા નયી હૈ ચહેરા પુરાના
જો કે, હસવું હસાવવું એ નાનીમાના ખેલ નથી. બટાકાને ‘નીચોવી’ને રસ કાઢવા જેટલું અઘરું..! પણ અમારો ચમનિયો એટલો હઠીલો કે, ભલે પાણીમાં પાપડ તળવા પડે, પણ સામેવાળાને હસાવીને લોટપોટ નહિ કરે ત્યાં સુધી જંપે નહિ. બિચારાને રાજીપો થાય કે, પથ્થર હ્રદયના માનવીમાં પણ હાસ્યની પ્રાણપ્રતિષ્ઠા મેં કરી. પછી તો ભાગ્યની વાત છે, ભ’ઈઈઈઈ..! હસાવવા માટે કોઈના હોઠ ખેંચવા મોંઢા ઉપર ધામો નાંખીને પડી ના રહેવાય.
આ તો માણસ રહ્યું પ્રભુનું લાડઘેલું સર્જન, એટલે હસાવવાની મજૂરી કરવી પડે. છતાં પણ ના હસે તો સમજી લેવાનું કે, ક્યાં તો એના મગજમાં ખરજવું છે, ક્યાં તો ભાઈના સંસારમાં મા બબાલદેવનો વાસ છે. (આ બબાલદેવ કળિયુગના દેવતા છે) એની જાતને ઘાસલેટ વાળી રીક્ષા ચલાવવી સારી, પણ સંસાર ચલાવવો એટલે શૂર્પણખાને સાસુ બનાવવા જેવું..! નાકે દમ આવી જાય મામૂ..! એટલે તો વડવાઓ ફૂંક મારી ગયેલા કે, સંસાર માંડવો એટલે “તાંબાની તાવડી તેર વાના માંગે..!” (જો કે હવે તો તાવડો જ માંગે..!)
ચમનિયાને તો તમે ઓળખો છો. સમર્થ હાસ્ય કલાકાર..! લાખ્ખો લોકોને હસાવે પણ પરિવારના પાંચ માણસ તો રડતા જ હોય..! પોતાના જ ઘરમાં દાખલ થતી વખતે, રીઢો ગુનેગાર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા આવતો હોય એમ ધ્રૂજે .! પણ અઠંગ દાનવીર એવો કે, લોકોને હસતા રાખે. હાસ્યના વાંકે કોઈના પણ સંસાર ઉપર બુલડોઝર ફરવું ના જોઈએ, એવા ઝનૂનવાળો..! શબ્દો સાથે બળાત્કાર કરીને પણ હાસ્ય-દાન કરે..! હાસ્યમાં એ દૈવી ગુણ છે કે, હોઠ ઉપર હાસ્ય મલકતું હોય તો, રાશિ ભવિષ્ય કે, કુંડળી પણ કંઈ ઉખેડી શકતી નથી. એના કપાળમાં કાંદા ફોડું આજે તો કન્યા રાશિવાળાને કન્યા નથી મળતી, ધન રાશિવાળાને ત્યાં લેણદારોની લાઈન હોય, ને સિંહ રાશિવાળાની પાછળ કૂતરાઓ દોડતા હોય..! એટલે તો બાંકડે બેસીને ચાવીથી કાનનો મેલ કાઢવાને બદલે, એ હસાવવાનું પુણ્ય કમાય અને મંગલ મસ્તી કર્યા કરે..?
સંસાર હૈ ઇક નદિયા, સુખ-દુઃખ દો કિનારે હૈં,
ના જાને કહાં જાયેં, હમ બહતે ધારે હૈં.
આ લેખ લખવા બેઠો છું ત્યારે આ ગીત મારા કાનોમાં ‘ધક્કા-મુક્કી કરી રહ્યું છે. સંસારની માયાજાળથી જે અબુધ છે, સંસારમાં મુદ્દલે પલળ્યા નથી, તેમના માટે આ ગીત પ્રેરક છે. સંસારમાં સાર છે કે સોડાખાર એ તેઓ પામી શકે..! બધાના જ સંસારમાં ડખા છે, એવું મુદ્દલે નથી. પણ સંસારની ઓળખ બદનામ સાસુ જેવી પડી ગયેલી. સારી ભાષામાં કહીએ તો સંસાર એટલે ધુમ્મસ..! ધુમ્મસમાં પોતે પણ નહિ દેખાય, ને સામેવાળો પણ નહિ દેખાય. અથડાય ત્યારે ખબર પડે કે, આપણી કમર કોઈએ બેવડ વાળી દીધી છે..!
લોકવાયકાનું માનવું છે કે, પરણે ત્યારે જ સંસારની પ્રાણ પ્રતિષ્ઠા થાય. શરૂ શરૂમાં તો ‘જાનૂ-બેબી- બોલીને એવા પોમલા થઇ જાય કે, એનો જાનૂ ક્યારે જાન-વર થઇ ગયો એની ખુદને જ ખબર નહિ રહે..! ‘તું નથી તો હું નથી, અને હું નથી તો તું નથી’નાં પારાયણ ચાલે. એવું મીઠ્ઠું બોલે કે, સાંભળીએ તો આપણને પણ મધુપ્રમેહ થાય. દેવાને દેવલી દીપિકા પાદુકોણ લાગે, ને દેવલીને દેવો દેવાનંદ લાગવા માંડે. ધીરે ધીરે ‘ચકો લાવે ચોખાનો દાણો ને, ચકી લાવે દાળનો દાણો’એટલે સંસારનાં ચઢાણ શરૂ .! પછી પ્રેમાલાપમાં એવી જીવાત પડવા માંડે કે, આખી વાણી બદલાઈ જાય. ‘ક્યાં તો તું નથી, ક્યાં તો હું નથી..! બખતર ચઢાવીને બાઝવા જ માંડે..! ત્યારે સમજાય કે, ડોહા કહેતા તે વાત સાચી કે, “તાંબાની તાવડી તેર વાના તો માંગે..!”
સંસારનું બંધાણ બે પ્રકારે થાય. એક love marriage થી, ને બીજું arrange marriage થી..! એકમાં એકલાનું પોતીકું સાહસ હોય, ને બીજામાં પરિવારનું સામુહિક સાહસ હોય…! વાઈફ વસાવવી સહેલી નથી મામૂ..! દોરડા ઉપર સાઈકલ ચલાવવા જેવું. નજર હટી તો દુર્ઘટના ઘટી..! પંક્ચરવાળી ગાડી લઈને ફરાય, પણ પરણ્યા પછી, શોપિંગ માટે વાઈફ સાથે નહિ જવાય. શોપિંગ મારી નાંખે બોસ..! જલેબી મીઠી તો લાગે, પણ ગૂંચવાડાવાળી છે એનું ધ્યાન રાખવું પડે. શરૂ શરૂમાં તો, ડુંગરી દુબઈ જેવું, અમલસાડ અમેરિકા જેવું ને સોનવાડી સ્વિટઝરલેન્ડ જેવું બતાવે, પણ પછી ખબર પડે કે, કોઠીથી વિશેષ કંઈ નથી. સંસારનું કામકાજ પણ બોર્ડની પરીક્ષા જેવું..!
સફળ થવા કરતાં નિષ્ફળ વધારે થાય. સંસારને વેઠવો એટલે ગોળનાં માટલામાં ફસાયેલા મંકોડા જેવી હાલત થાય. માટલામાં પ્રવેશ તો લઇ લે, પણ બહાર નીકળવાનાં ફાંફા..! અંદર ને અંદર જ ઘૂમરી મારવાની..! બાટલામાં જીનને પૂરીને ઉપરથી કોઈએ બુચ મારી દીધો હોય એવી હાલત થાય..! પણ ખભે ધૂંસરી નાંખી દીધા પછી કરી પણ શું શકીએ..? સારું છે કે, ‘તાંબાની તાવડી તેર જ વાના માંગે છે, તાવડો માંગતી નથી. ..! તંઈઈઈઈઈ..?
લાસ્ટ બોલ
હે પ્રભુ,..! સારો પતિ મળે એ માટે મેં, આડા-ઊભા-તીખા-મોળા-સાંકરિયા બધા સોમવાર કર્યા, રોજ સવારે જઈને મંદિરે સૂરણ ચઢાવ્યું ને સવા રૂપિયાનું દાન પણ કર્યું, તો પણ તેં મને આવો ગાબડ-ગુબડવાળો પતિ જ આપ્યો..? વત્સ..! સવા રૂપિયાના દાનમાં હું તને સારો પતિ ક્યાંથી આપું? મોંઘવારી તો જો..! આવો જ પતિ આવે ને..? એમાં તું પાછી રોજ આવીને સૂરણ ચઢાવતી. પછી સૂરણ જેવો ગાબડ-ગુબડવાળો પતિ ના મળે તો શું સનમાઈકા જેવો મળે..? તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.