Comments

જવેલ્ડ હેરસ્ટાઇલિંગ

લગ્ન- પાર્ટી કોઇના પણ હોય, ડ્રેસના નવા ટ્રેન્ડ પર તો બધાંની જ નજર પડે છે. જો તમારું ધ્યાન ગયું હોય તો આજકાલ જવેલ્ડ લુકવાળી હેરસ્ટાઇલ પણ બહુ જોવા મળે છે. આવનાર મેરેજ સિઝનમાં તમે પણ આ પ્રકારની હેરસ્ટાઇલ અજમાવી આકર્ષણનું કેન્દ્ર બની શકો છો

પર્લ સ્ટ્રિંગ સાથે ગજરો
વાળમાં મોતીજડિત ગજરો આજકાલ ઘણો ટ્રેન્ડમાં છે. રંગબેરંગી ફૂલોના ગજરા સાથે લાંબી ચોટીમાં પર્લ સ્ટ્રિંગ લગાડી આકર્ષક દેખાવ.
ગોલ્ડન દોરી
વિથ ચેન લેસ
હેર સ્ટાઇલિંગમાં ગોલ્ડન દોરી સાથે ચોટીના ટોપ પર ડિઝાઇન લેસ પણ જોવા મળે છે. આ લુકને એડ કરી ગ્લેમરસ દેખાવ.
પર્લ સ્ટ્રિંગ
આજકાલ લહેંગા સાથે લાંબી ચોટી પર પર્લ સ્ટ્રિંગવાળી હેર એકસેસરીઝ ખૂબ ચલણમાં છે.
ડાયમન્ડ ચેન
સ્લીક અને સિમ્પલ લુક પસંદ કરનાર માટે વાળમાં પોપ કલરવાળાં ફૂલ અને ડાયમન્ડ ચેન પર્ફેકટ છે. આ પ્રકારની ડાયમન્ડ ચેન સૂટ પર પણ કેરી કરી શકાય છે.


ગજરા રેપ
ચોટલામાં ગજરો તે ઘણાં લોકો નાખે છે પરંતુ ગજરાથી જ આખો બન રેપ કરી દો. ક્રોસ રીતે વાળમાં મોગરાનાં ફૂલોનો ગજરો નાખો.
સિલ્વર દોરી
સિલ્વર ટચવાળા ડ્રેસ સાથે સિલ્વર કલરની દોરી નાખવાથી બેક લુક પણ નિખરે છે.
ગોલ્ડન લેસ
શ્રદ્ધા કપૂરે ફિલ્મ ‘સ્ત્રી-2’ના પ્રમોશનમાં રેડ સાડી સાથે ગોલ્ડન લેસવાળી હેર સ્ટાઇલ કેરી કરી હતી. એમાં ચોટલો વાળી ગોલ્ડન લેસને ચોટલા સાથે ગૂંથવામાં આવે છે. તમે આ હેરસ્ટાઇલ વેસ્ટર્ન ડ્રેસ સાથે પણ અજમાવી શકો છો.
જવેલ્ડ પરાંદા
અંબાણીને ત્યાં વેડિંગમાં શ્વેતા બચ્ચનની આ હેર સ્ટાઇલ પર બધાંની નજર મંડાયેલી હતી. એમના સાદા ચોટલા પર ફુલ લેન્થ જવેલ્ડ પરાંદા બહુ ખૂબસૂરત લાગતા હતા. જો તમારા વાળ ટૂંકા હોય તો તમે નકલી ચોટલો નાખી આ લુક ટ્રાય કરી શકો. એ સાડી અને લહેંગા બંને પર ખૂબસૂરત લાગશે.
સિલ્વર ચેન
વેસ્ટર્ન આઉટફિટ સાથે જો તમારે ડિફરન્ટ હેર સ્ટાઇલિંગ કરવી હોય તો સિમ્પલ પોનીટેલ વાળી એના પર સિલ્વર ચેન લટકાવી દો.
ગજરા ચોટલો
ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ સાથે ગજરા ચોટી ટ્રાય કરો. લાંબો ચોટલો વાળી સફેદ મોગરાનાં ફૂલોથી ઢાંકી દો.
ટસલ પરાંદા


પિન્ક અને ગોલ્ડન કલરના ટસલ પરાંદા લો. એને પ્લેન કે સિમ્પલ સાડી સાથે કેરી કરો. એનાથી લુકમાં પોપ કલર એડ થઇ જશે.
પર્લ પરાંદા
વ્હાઇટ શીઅર લહેંગા સાથે પર્લ પરાંદા હેર સ્ટાઇલિંગ કરો. એ બધાંથી અલગ અને કયૂટ લાગે છે.
જવેલ્ડ પરાંદા
સાથે ગજરો
ઇશા અંબાણીએ પોતાના લગ્નમાં જવેલ્ડ પરાંદા સાથે હેવી ગજરો પણ નાખ્યો હતો. એનાથી રોયલ લુક મળે છે.
પાસા સાથે
ઘણાં લોકો પાસાનો માંગટીકા તરીકે ઉપયોગ કરે છે પરંતુ તેનો ઉપયોગ તમારા ચોટલાને આકર્શક બનાવવા માટે પણ કરી શકાય તે વિશે તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય! એક અથવા એકથી વધુ પાસાથી ચોટલાને સજાવો.
જવેલ્ડ હેર પિન્સ
જવેલ્ડ હેર એકસેસરીઝ પણ ખૂબ ચલણમાં છે. તમે પણ વાળમાં જવેલ્ડ બેઝ પિન્સ કે લોન્ગ સ્ટ્રિંગવાળી એકસેસરીઝનો ઉપયોગ કરી શકો.
બટન હેર એકસેસરી
એક ચોટલો વાળી એના પર બટન પિન્સ સજાવતા. જાવ એ લગાડવામાં અને કાઢવામાં પણ આસાન છે.

Most Popular

To Top