Charchapatra

અનાજનો બગાડ

જાહેર સમારંભમાં અનાજનો બગાડ થતો વારંવા૨ નજરે પડે છે. અથવા આપણે એટલા જ બેદરકાર છીએ, એમ કહીએ તો ખોટું નથી. પોતાના પૈસે પાણી પુરી ખાતા હોય તો પ્લેટમાંનું પાણી પણ પી જાય ને આઈસ્ક્રીમ ખાઈને ઢાંકણ પણ ચાટી જાય ને હોટલમાં જાય તો પૂરેપૂરા પૈસા વસૂલ ખાય છે. ડીસમાં ત્યાં વધતું નથી. તો લગ્ન પ્રસંગ કે અન્ય જાહેર પ્રસંગ હોય ત્યાર ડીસમાં ભાવે એટલું જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. લગ્નમાં જતા હોઈએ ત્યારે માલિક પોતાના જીવનની મૂડી લગાવે છે. ત્યારે અનાજનો બગાડ કરવો જ ન જોઈએ. ભારતદેશ આમ પણ ભૂખમરો ઝેલતો ફૂપોષણથી પીડાતો દેશ છે. ૮૦ કરોડ જનતાને રાશનકાર્ડથી અનાજ પુરુ પડાતું હોય ત્યારે અનાજનો બગાડ કરી પાપમાં ૫ડવું સામાજિક સિદ્ધાંત વિરુદ્ધ છે. આ મુદ્દે લોકો જાગૃત થાય એ જરૂરી છે.
સુરત     – મુકેશભાઈ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મરવાનું મધ્યમને વર્ગે છે
ઇઝરાયેલે યુદ્ધ વિરામ કરવો જોઈએ કે નહીં? રશિયા અને યુક્રેન લડે તો દુનિયાની શું હાલત થાય? વિશ્વ પર તેની શું અસર થાય? એવી સરકારની ચિંતા વચ્ચે છૂટક મોંઘવારીનો દર દેશમાં ઘણો વધી ગયો અને ખાસ કરીને મધ્યમ વર્ગને ત્રાહિમામ્ પોકારાવી દીધા! સાચે ખોટે માર્ગે લાખો કમાનારા અને કરદાતાના ખર્ચે મફતનું ખાનારા મજા કરે છે! મોંઘવારીનું ચક્ર જેમ જેમ ફરતું જાય છે તેમ મધ્યમ વર્ગ તેમાં પીસાતો જાય છે! ગળે ગાંઠ અને મોઢે ડુચો એવી હાલતમાં જીવતા મધ્યમ વર્ગના અને તેમાંય ખાનગી ક્ષેત્રના નોકરિયાત અને નિવૃત્તો મરવાના વાંકે જીવી રહ્યા છે સરકારી કર્મચારીઓ જલસા કરે એ હદે લાભ મળે છે! સરકારને ગરીબોમાં મતપેટી દેખાય છે! તેને ખબર છે કે મધ્યમ વર્ગ ક્યાં જવાનો છે?!
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top