National

છત્તીસગઢના સુકમામાં એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદી ઠાર, હથિયારોનો જથ્થો મળી આવ્યો

નવી દિલ્હીઃ છત્તીસગઢના સુકમા જિલ્લાના ભેજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર છે. એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી મળી છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી ત્રણ ઓટોમેટિક રાઈફલ્સ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે.

મળતી માહિતી મુજબ આજે 22 નવેમ્બરની સવારે નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. સૈનિકોને માહિતી મળી હતી કે ઘણા નક્સલવાદીઓ ઓડિશા થઈને છત્તીસગઢમાં પ્રવેશ કરી રહ્યા છે. ડીઆરજીની ટીમ નક્સલવાદીઓને ઘેરવા નીકળી હતી. બંને તરફથી સેંકડો રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે.

આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારમ, ભંડારપાદરના જંગલ-પહાડોમાં થયું હતું. સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી લાંબા સમય સુધી ગોળીબાર થતો રહ્યો. બસ્તરના આઈજી પી સુંદરરાજે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે.

આઈજી બસ્તર પી સુંદરરાજે જણાવ્યું કે છત્તીસગઢના દક્ષિણી સુકમામાં ડીઆરજી સાથેની અથડામણમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા તેમની પાસેથી INSAS, AK-47, SLR અને અન્ય ઘણા હથિયારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

સૈનિકોએ મેળવેલી આ સફળતા સરાહનીય છેઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું સૈનિકોએ મેળવેલી આ સફળતા સરાહનીય છે. અમારી સરકાર ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરીને નક્સલવાદીઓ સામે મજબૂત રીતે લડી રહી છે. બસ્તરમાં વિકાસ, શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

સુરક્ષા દળોએ આજે ​​સવારે સુકમા જિલ્લામાં નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી અને એક એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. નિકોએ મેળવેલી આ સફળતા સરાહનીય છે. અમારી સરકાર નક્સલવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે અને તેને મજબૂત બનાવી રહી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા દક્ષિણ બસ્તર, ગરિયાબંદ અને કાંકેરમાં પણ સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ ચૂકી છે. છત્તીસગઢના અબુઝહમદ જંગલમાં 16 નવેમ્બરે નક્સલી અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન પાંચ નક્સલવાદીઓ માર્યા ગયા હતા અને મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં સુરક્ષા દળોએ 40 લાખ રૂપિયાનું ઈનામ ધરાવનાર નક્સલીઓને ઠાર માર્યા છે. તમામ નક્સલવાદીઓ માટે 8-8 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top