કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા પલ્ટી ખાઈને સાથે ચાલતી ટ્રાવેલ્સની સ્વીફ્ટ ડિઝાયર ગાડી સાથે ભટકાઈ હતી.
‘હમ નહીં સુધરેગે જેવો વડોદરા શહેર પોલીસનો ઘાટ,કોના આદેશથી સવારે કપડાં બદલીને પોલીસ સ્ટેશન આવ્યો? શું ગોત્રી પોલીસ આવા નબીરાઓને છાવરી રહી છે?
ગતરોજ મોડી રાત્રે ગોત્રી હોસ્પિટલ પાસે પૂર ઝડપે હોન્ડા અમેજ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા પલ્ટી ખાઈને સાથે ચાલતી ટ્રાવેલ્સ ની સ્વીફ્ટ ડિઝાયર ગાડી સાથે ભટકાઈ હતી.ફરિયાદીના આક્ષેપો મુજબ રાત્રે
ગાયત્રી કૃપા સોસાયટી ,અંબિકાનગર ગોત્રી વિસ્તારમાં રહેતો ઋષિક પ્રમોદ પંડ્યા શરાબનો નશો કરેલી હાલતમાં ગાડી ચલાવતો હતો ગાડીમાં દારૂ હોવાના પણ આક્ષેપ કર્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે,સવારે આરોપીએ અમારી ગાડી સાથે ગાડી અથાડતા નુકસાન થયું હતું જો કે સદનસીબે ગાડીમાં સવાર દરેકનો બચાવ થયો હતો રાત્રે પોલીસ નશાખોરના બ્લ્ડ રિપોર્ટ સહિતના તપાસ માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ ગઇ હતી તો કાર ચાલક ક્યાં હતો જયારે અમે અહીં હતા તે સમયે આરોપી પોલીસ વગર કપડાં બદલેલી હાલતમાં આવ્યો હતો.
તો શું ગોત્રી પોલીસ ડ્રિન્ક એન્ડ રનના આરોપીને છાવરી રહી છે કે કેમ તે ગંભીર તપાસનો વિષય છે
હાલ પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ કલમ 661 b ,
mv એક્ટ 185
દારૂ પીને ગાડી ચલાવવવી જેવી કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરી છે.
જયારે કથિત આરોપી પક્ષ દ્વારા જાંમીનની તજવીજ હાથ ધરાઈ રહી છે.લખાય છે ત્યારે આરોપીને જામીન પર છોડી મૂકવામાં આવ્યો છે.