વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે બે દિવસ ઉમેદવારોની પસંદગી મેળો ચાલ્યો હતો તે બાદ હવે ટિકિટ માટે સોદાબાજી ચાલી રહી છે, જેમાં કોર્પોરેટરની ટિકિટના રૂા. ૨૫ થી ૩૦ લાખ અને એક વ્યક્તિએ તો મેયર ના હોદ્દા માટે ૭૫થી ૮૦ લાખ ની ઓફર કરી હોવાનું રાજકીય મોરચે ચર્ચાઈ રહ્યું છે.
વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક મોવડી મંડળની છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સંકલન સમિતિ મળી ગઈ જેમાં ધારાસભ્ય સંસદસભ્ય અને પક્ષના હોદેદારો વિગેરે પોતપોતાના કાર્યક્તઓની ટિકિટ મળે તેવા પ્રયાસો
કર્યા હતા. આખરે તમામ વોર્ડમાં કોઈ સહમતી નહીં સધાતા એક વોર્ડ પ્રમાણે ૧૪ થી ૧૬ ઉમેદવાર ની યાદી તૈયાર કરી પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે પરિવારવાદ તો ચાલ્યો જ હતો હવે સોદાબાજીનું રાજકારણ શરૂ થયું છે જે વ્યક્તિ હાલમાં ભાજપમાં પણ નથી તેવા અનેક વ્યક્તિઓએ પણ નિરીક્ષકો સમક્ષ પહોંચી જઈ બાયો ડેટા રજૂ કર્યો હતો જ્યારે કેટલાકે તો જાતે ગયા નહીં પરંતુ ભાજપના અન્ય કાર્યક્તદ્વારા નિરીક્ષકો સમક્ષ પોતાનો બાયોડેટા મોક્લી આપ્યાના કિસ્સા પણ બહાર આવ્યા છે.
વિધાનસભાની ટિકિટ સમય અને શહેર પ્રમુખ બનવા માટે પણ ભાજપના જ એક આગેવાને પ્રદેશના એક હોદ્દેદાર સાથે રૂપિયા પાંચ કરોડનો સોદો કર્યો હતો ત્યારબાદ શહેર પ્રમુખ બનવા કાર્યાલય બનાવી આપવાની પણ ઓફર કરી હતી પરંતુ તે સમયે કોઈ સોદાબાજી કામ લાગી નહીં. એ જ પ્રમાણે હવે વડોદરા કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે કેટલાક કોર્પોરેટર અને કાર્યકર્તાએ ટિકિટ મેળવવા તેમના ગોડફાધર સમક્ષ સોદાબાજી કરવાની પણ તૈયારી દર્શાવી છે. જ્યારે કોર્પોરેશનમાં હાલમાં ફરજ બજાવતા જેઓ ભાજપના કાર્યકર જ નથી તેમ છતાં તેઓએ હોદ્દો મેળવવા રૂપિયા ૭૫ થી ૮૦ લાખની ઓફર કરી હોવાનું બહાર આવ્યું છે.
પુરાવા રજૂ કરો, કાર્યવાહી કરીશ : ડો.વિજય શાહ
આ બાબતે ગુજરાતમિત્રે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, દરેક ચૂંટણી વખતે કાર્યકરોને ગેરમાર્ગે દોરતાં કેટલાક તત્ત્વો ફૂટી નીકળે છે. જો કોઈ કાર્યકર્તા પાસે આવી રીતે રૂપિયા મંગાયા હોય તો મારી પાસે પુરાવા સહિત રૂબર રજૂઆત કરી શકે છે. આવું કરનારા સામે કાયદેસરન કાર્યવાહી કરાશે.
જીતુ સુખડીયાના ઈશારે રાજીનામા અપાયા અને તેમના ઈશારે જ પાછું ખેંચવાનું નાટક
પાિલકાની ચૂંટણીમાં િમશન 76 પુરૂ કરવા ભાજપે આરએસપીના કાઉન્સીલર ત્રીપુટીનો સમાવેશ કરતા જ વોર્ડ-9ના પાયાના કાર્યકરોએ રોષ સાથે પક્ષ તેમજ હોદ્દા પરથી રાજીનામા આપી દીધા હતા. જોકે પાયાના કાર્યકરો વિના મીશન 76 અશકય જણાતા વોર્ડ-9ના કાર્યકરોને મનાવી લીધા હતા.
ચૂંટણી જાહેરાત સાથે જ આરએસપીના કાઉન્સીલર અને પ્રદેશ અધ્યક્ષ રાજેશ આયરેએ તેમના પત્ની પુર્ણીમા તેમજ મિહલા કાઉન્સીલર હેમલતા ગોર સાથે ભાજપમાં વાપસી કરી હતી. આયરેની એન્ટ્રીથી વોર્ડ-9ના પાયાના કાર્યકરોએ સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખીયાને ઈશારે જ વોર્ડ-9ના કાર્યાલયના ઉદઘાટન સમયે હોબાળો મચાવી રાજીનામા આપી દીધા હતા તેવી જ રીતે વોર્ડ-8ના યુવા ભાજપના કાર્યકરોએ પણ ઈશારો થતા જ મામલો ગરમ રાખીને બીજા િદવસે રાજીનામા આપી દીધા.
બાદ સમજાવવાની કોિશષ કરી હતી પણ પરિણામ આવ્યું ન હતું દરમિયાન આજે આ કાર્યકરોએ ધારાસભ્ય જીતુ સુખડીયાનું માન રાખીને ભાજપના અગ્રણીઓની ભુતકાળમાં થયેલી અનેક ભૂલોને ભુલી પાર્ટીના કામે લાગી જવા માટે ભરોસો આપતા કાર્યકરોએ રાજીનામુ આપીને પાછું ખેંચવાનું નાટક કર્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની તારીખ એક જ રાખવા હાઇકોર્ટમાં અરજી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ચૂંટણીપંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો છે. મહાનગરોની ચૂંટણીનાં પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે એવી અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે, સાથે જ અરજદારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની તારીખ એક જ રાખવી જોઈએ એવી રજૂઆત કરી છે.
હાઈકોર્ટ દ્વારા આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. અલગ ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કર્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમે તૈયાર છીએ. વર્ષ ૨૦૧૫માં હાઇકોર્ટના આદેશ બાદ પણ ભાજપના દબાણમાં મતગણતરીની અલગ અલગ તારીખ જાહેર કરાઈ છે.
ચૂંટણીપંચના આ નિર્ણયને અમે કોર્ટમાં પડકારીશું. જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા તથા પંચાયતોની ચૂંટણી યોજાશે. ૬ મહાનગરપાલિકા માટે ર૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ર૩ ફેબ્રુઆરી મતગણતરી થશે.
આરએસપીએ પણ કાર્યકરોના સેન્સ લીધા
ગુજરાતમાં સ્થાિનક સ્વરાજયન ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે આરએસપીએ પણ પોતાના ઉમેદવારો ઉભા કરવાની તૈયારી શરૂ કરી છે ત્યારે આજે આરએસપીના બોમ્બેથી આવેલા હોદ્દેદારોએ ટીકીટવાંચ્છુઓના સેન્સ લીધા હતા.
આરએસપીના કાઉન્સીલર અને પ્રદેશ અધ્યક્ષ રાજેશ આયરેએ ભાજપમાં ઘરવાપસી કરતા આરએસપીમાં હડકંપ મચી ગયો છે. ત્યારે આજે બોમ્બેથી આવેલા ઈલેકશન ઈન્ચાર્જોએ આરએસપીમાંથઈ ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકરોને સાંભળ્યા હતા. આ સાથે વોર્ડની સમસ્યાની જાણકારી મેળવી હતી. આરએસપીમાં અત્યાર સુધી 76 બેઠક માટે 241 લોકોએ દાવેદારી નોંધાવી છે એટલુ જ નહીં દરેક વોર્ડમાં જાતિ આધારીત બે કરતા વધુ ઉમેદવારો તૈયાર કર્યા છે.
ચૂંટણી ઈન્ચાર્જને પેનલના નામ સાથે તેડું
પાિલકની ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રીયા પુર્ણ કરી દીધી છે. ત્યારે સોમવારના રોજ ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ પેનલ સાથેની યાદી પ્રદેશ મોવડીને આવપાજવાના હોવાનું જાણવા મળ્યું છે. મહાનગર પાિલકાની ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે 76 બેઠક પર ઉમેદવારો ઉભા કરતા પહેલા સેન્સનું નાટક રચ્યું હતું.
જો કે બેઠકો કોને ફાળવવામાં આવશે તે કાર્યકર્તાઓ ભલીભાતી જાણે છે. હવે આ ચૂંટણી ઈન્ચાર્જ સોમવારે પેનલ સાથેના નામો આપવા ગાંધીનગર જશે અ્ને સંકલન સમીતીની બેઠકમાં જ ટીકીટ કોને ફાળવવી તે નક્કી કરાયું હતું. જો કે સોમવારે પ્રદેશ મોવડી મંડળ આ પેનલને સત્તાવાર સમર્થન આપે છે કે નહીં તે જોવું રહયુ.