સમા વિસ્તારમાં રહેતા પતિ વિરુદ્ધ પત્નીએ જ બળાત્કારની ફરિયાદ નોંધાવી ..
પ્રતિનિધિ વડોદરા તા.17
વડોદરાના સમા વિસ્તારમાં યુવતીને પ્રેમ લગ્ન કરવો ભારે પડ્યો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.લગ્નના 20થી 25 દિવસમાં પતિએ પત્નીને મારઝુડ કરી હતી. ઉપરાંત વિકૃત પતિ પોર્ન વીડિયો જોયા બાદ પત્ની સાથે શરીર સંબંધ બાંધતો હતો તથા તેને વીડિયો જોવા માટે દબાણ કરતો હતો. પતિ શરીર સંબંધ બાંધતી વેળા વિકૃતતાની હદ વટાવી દેતો હોય પત્ની પણ કંટાળી ગઇ હતી. દરમિયાન પત્ની સાથે ઝઘડો થતા પતિએ તેના આંતરિક ભાગોમાં હુમલો કરીને ઇજાઓ પહોંચાડતા બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટમલાં ખસેડ્યા બાદ ફરાર થઇ ગયો હતો. જેથી સમા પોલીસે બળાત્કારની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
કહેવાય છે ને પ્રેમ આંધળો હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં યુવક કે યુવતીઓને પ્રેમલગ્ન કર્યા બાદ પાછળથી પછતાયા હોવાનો અહેસાસ થતો હોય છે. ત્યારે સમા વિસ્તારમાં રહેતી યુવલતીને પ્રેમ કરવો ભારે પડ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એવી વિગત છે કે સમા વિસ્તારમાં રહેતા અને ટુર ટ્રાવેલ્સનો ધંધો કરતા યુવક સાથે એક બીએ સુધીનો અભ્યાસ કરેલી યુવતી તેની કારમાં એક દિવસ ટુરમાં ફરવા માટે ગઇ હતી. પ્રવાસ દરમિયાન યુવતીને કાર ચાલક સાથે આંખો મળી ગઇ હતી ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થવાની શરૂ થતા તેમના સંબંધ ગાંઢ બન્યા હતા. દરમિયાન 25 દિવસ પહેલા યુવક અને યુવતીએ ભાગીને લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યા બાદ યુવતીને યુવકના સમા વિસ્તારના ઘરમાં રહેવા માટે આવી હતી. પરંતુ લગ્નના પહેલા જ દિવસથી યુવકે યુવતી પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. કોઇને કોઇ બાબતે યુવક તેની પત્નીની મારઝૂડ કરતો હતો. જાણવા મળ્યા મુજબ યુવક વિકૃતતા ધરાવતો હોય જ્યારે પત્ની સાથે શરીર સંબંધ બાંધવા માટે જતો હતો. ત્યારે પોર્ન વીડિયો જોઇને શરીર સંબંધ બાંધતો હતો. પતિ પત્ની સાથે જ વિકૃતિની તમામ હદ વટાવી દેતો હતો.જેથી તેણી પણ પતિથી કંટાળી ગઇ હતી. જો યુવતી તેના કહ્યા મુજબ ના કરે તો પણ તેને ઢોર માર મારતો હતો. દરમિયાન 16 નવેમ્બરના રોજ પતિએ પત્ની સાથે ઝઘડો થતા તેને માર માર્યા બાદ પત્નીના આંતિરક ભાંગોમાં પણ ઇજાઓ પહોંચાડી હતી. જેથી યુવતી બેભાન થઇ જતા તેને પોતે પતિ જ સમાની હોસ્પિટલમાં એડમિટ કરીને ભાગી ગયો હતો. જેથી પોલીસે પતિ વિરુદ્ધ દુષ્કર્મ સહિતના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.