Bharuch

ગણેશ સુગરના માજી ડીરેક્ટર રાત્રે નીંદર માણી રહ્યા ત્યારે કારના નામે મધરાત્રે ફાસ્ટેગ પરથી ટોલટેકસ કપાયા!


સુપર એક્સપ્રેસ વે નાં હજુ જે કારે દર્શન કર્યા નથી ત્યાં એ જ રોડ પર દહેગામ ટોલટેકસ ફાસ્ટેગથી રૂ.85/- કપાતા ભારે અચરજ


—છેલ્લા ત્રણ દિવસથી ઝાડેશ્વર સાંઈ કૃપા સોસાયટીમાં કાર એકપણ કિલોમીટર ગઈ નથી ત્યાં તો ફાસ્ટેગથી અચાનક પૈસા કપાયા.
—પૈસા રીફંડ મળે એની કાર્યવાહી કરી છે.
ગણેશ સુગરના માજી ડીરેક્ટરની અલ્ટો કારે ભરૂચથી જતો સુપર એક્સપ્રેસ હાઈવેનાં દર્શન પણ કર્યા નથી.અને હાલમાં ત્રણ દિવસમાં એક પણ કિલોમીટર ફરી નથી ત્યાં તો તેમની કારના નામે અડધી રાત્રે દહેગામ ટોલનાકે રૂ.85/- ફાસ્ટેગથી કપાઈ જતા ભારે આશ્રર્ય થયું હતું.ટોલટેકસ ખોટી રીતે કપાતા વહેલી સવારે જોતા તેઓ સ્તબ્ધ થઇ જઈને રજૂઆત કરવાની કાર્યવાહી આદરી છે.
મૂળ ઝઘડિયા તાલુકાના ધારોલી ગામના વતની અને હાલમાં ઝાડેશ્વર સાંઈ કૃપા સોસાયટીમાં અર્જુનસિંહ ગંભીરસિંહ સુણવા રહે છે.અર્જુનસિંહ સુણવા પોતે ગણેશ સુગરના માજી ડીરેક્ટર અને ખેતી કરે છે.તેઓ હાલમાં ઝાડેશ્વર સાંઈ કૃપા સોસાયટીમાં પોતાના પરીવાર સાથે રહીને જીવન વ્યતીત કરે છે.તેઓ તેમના દીકરાનાં નામે અલ્ટો કાર GJ-16,CN-7072 નજીકના અંતરે ઉપયોગ માટે છેલ્લા 3 વર્ષથી લીધી છે.આ કાર હજુ ભરૂચ દહેગામથી પસાર થતો સુપર એક્સપ્રેસ હાઈવે પર આ અલ્ટો ગાડી હજુ સુધી ગઈ નથી.હાલમાં છેલ્લા ત્રણ દિવસથી અલ્ટો ગાડી ઝાડેશ્વર સાંઈ કૃપા સોસાયટીનાં તેઓના મકાનના પાર્કીંગમાં હટાવી નથી.ત્યારે અચાનક તા.15/11/2024નાં રોજ રાત્રે 2:13:39 વાગ્યે તેમના બેંક ખાતામાંથી રૂ.85/- સુપર એક્સપ્રેસ વેનાં દહેગામ ટોક નાકા પર ફાસ્ટેગથી કપાઈ ગયા હતા.જયારે પૈસા કપાયા ત્યારે ગાડી પોતાના મકાન પાસે પાર્ક કરેલી હતી અને કારના વપરાશકાર અર્જુનસિંહ સુણવા પોતે નીંદર માની રહ્યા હતા.પૈસા કપાતા બીજા દિવસ સવારે મોબાઈલમાં જોવા મળ્યા હતા.
તેઓને પોતે અચંબિત થતા આશ્રર્ય થયું કે ગાડીના ટાયર હજુ હલ્યા નથી અને ગાડીએ હજુ એક્સપ્રેસ વે જોયું નથી.અને દહેગામથી જો પૈસા કપાયા છે.જે બાબતે અર્જુનસિંહ સુણવાએ પૈસા રીફંડ મળે એ માટે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top