ગાંધીનગર : પોરબંદર નજીક અરબ સાગરના મધદરિયેથી એનસીબી, ગુજરાત એટીએસ તથા ભારતીય નેવી દ્વારા સંયુકત્ત ઓપરેશનમાં જપ્ત કરાયેલું 700 કિલો ડ્રગ્સ પોરબંદર લાવવામાં આવ્યુ છે. ખાસ કરીને આ ડ્રગ્સની ડિલીવરી વિશે 8 વિદેશી નાગરિકોની પૂછપરછ ચાલી રહી છે.
એનસીબી તથા એટીએસ દ્વારા આ ડ્રગ્સની ડિલીવરી કોને આપવાની હતી. તે મુદ્દે સધન તપાસ ચાલી રહી છે. આ ડ્રગ્સ રજિસ્ટર્ડ થયેલા વગરના જહાજમાં લાવવામાં આવ્યું હતું. જેમાં 8 ઈરાની નાગરિકો હતા. ભારતીય નેવી, એનસીબી અને ગુજરાત એટીએસ દ્વારા અગાઉથી મળેલી બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતું. એનસીબીના ડે ડાયરેકટર ગ્યાનેશ્વરસિંગે કહયું હતું કે ભારતીય એજન્સીઓ વચ્ચે સચોટ સંકલન ચાલી રહ્યું છે. તેનું સ્પષ્ટ ઉદાહરણ પોરબંદર પાસે થયેલું આ ઓપરેશન મહત્વલનું ઉદાહરણ છે. જેમાં ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ વગરનું આ જહાજ ભારતીય જળ સીમાની અંદરથી ઝડપી લેવાયુ હતું. આ જહાજમાંથી 700 કિલો મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ જપ્ત થયુ હતું. જેની કિંમત 2000 કરોડ રતાં વધુ થવા જાય છે.
ભારતીય નેવીએ પણ આ જહાજને શોધી કાઢવા ઓપરેશન હાથ ધર્યુ હતું. એટલું જ નહીં નેવીના કમાન્ડો પણ મધદરિયે એકશનમાં આવી ગયા હતા. એસીબીના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં હાથ ધરાયેલા ઓપરેશન સાગર મંથનમાં ગુજરાત એટીએસની મદદ વડે 3400 કિલો ડ્રગ્સ જપ્ત થયુ છે. જયારે ડ્રગ્સની દાણચોરીમાં 11 ઈરાની તથા 14 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ એનસીબીમાં 111 જેટલી નવી પોસ્ટ ઊભી કરી છે. જેમાં 5 પોસ્ટસ એસપી કક્ષાની છે. છેલ્લા 2 વર્ષની અંદર એનસીબીમાં 425 ડજેટલી નવી પોસ્ટ ઊભી કરાઈ છે.