Charchapatra

ઔરંગઝેબ હજુ જીવે છે?

1618, દાહોદ, ગુજરાતમાં જન્મેલા ઔરંગઝેબ ભારત પર 1658થી 1707 સુધી શાસન કર્યું. તેણે ઈસ્લામિક માન્યતાઓના આધારે સખત નિયમો બનાવેલા, જેમાં ગીત-સંગીત અને નૃત્ય તેને પસંદ ન હોવાથી તેણે તેને સંગીત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અને તેનું પાલન ન કરનારને સખત સજા પણ થાય. અત્યારે સુરતના રાંદેર રોડ વિસ્તારમાં કેટલીક વ્યક્તિઓ ઔરંગઝેબની કમી મહેસૂસ થવા દેતા નથી. જ્યાં પણ ગીત-સંગીત નિયમિત કાર્યક્રમ ચાલતો હોય ત્યાં ઔરંગઝેબની આત્મા એકલ દોકલ વ્યક્તિમાં પ્રવેશી જાય છે અને કાર્યક્રમ બંધ કરાવે છે.

ત્યાં સુધી તો સમજ્યા પણ સુરત મહાનગર પાલિકા અને પોલીસ ખાતું પણ એક ફરિયાદ સાંભળી દોડી જઈ કાર્યક્રમ બંધ કરવા ફરિયાદી તરફે રહેવાની ભૂમિકા ભજવે છે. ગીત-સંગીત તે શારીરિક માનસિક તંદુરસ્તી અર્પે છે. તે ભૂલી જઈ એક ફરિયાદીની સામે 100 સમર્થકોની અરજી આવશે તો પણ ગીતસંગીત નહીં થવા દેવાનું સરકારી તંત્રના કર્મચારીનું ખુલ્લું વલણ જોવા મળ્યું ત્યારે સુરત મહાનગર પાલિકા એક અલગ ઉદ્યાન ઊભું કરે. જ્યાં ઔરંગઝેબની ભટકતી આત્મા આવી સંગીત પ્રેમીઓને હેરાન પરેશાન ન કરે તેવી સંગીત પ્રેમીઓની માંગ છે.
સુરત     – પરેશ ભાટિયા     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દેશનાં જાગૃત, અજાગૃત નાગરિકોને આહવાન
ભારતીય રાજકારણમાં મોટા ભાગના નેતાઓએ નૈતિક ધોરણો ગુમાવ્યા છે. ધીમેધીમે આ તત્વો હવે કાયદાકીય, આરોગ્ય, અર્થતંત્ર અને શિક્ષણ સહિત લગભગ તમામ ક્ષેત્રોમાં સપાટી પર આવી રહ્યા છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ ? સુશિક્ષિત અને જાણકાર લોકો પણ આધીન સ્વભાવ બતાવી રહ્યા છે અને તે વધુ ચિંતાજનક છે. અદાલતોના ન્યાયાધીશો પણ સત્તાની રાજનીતિને વધુ આધીન અને અનુકૂળ રહી ને નિર્ણયો લે છે અને તેમણે ક્ષુદ્ર રાજકારણથી ઉપર ઊઠવાની કોઈ હિંમત બતાવી નથી. એવું લાગે છે કે આપણે માત્ર વાતો કરીએ છીએ પણ લોકોને સાચી દિશામાં લઈ જવામાં અસમર્થ બની ગયા છીએ.

એવું નથી કે આપણી પાસે ઘણા ક્ષેત્રોમાં ચપળ લોકોનો અભાવ છે, પરંતુ તેમની બિનઅસરકારકતા ભારતમાં ચોંકાવનારી છે. મને લાગે છે કે આવી સ્થિતિ માટે આપણે બધાને દોષી ઠેરવવામાં આવે છે કારણ કે આપણે આ વિકાસને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સફળતાપૂર્વક પ્રકાશિત કરી શક્યા નથી. ક્રોની મૂડીવાદ અલગ છે, બિન માનવતા પણ અલગ છે પરંતુ ભારતમાં લગભગ વ્યાપકપણે ફેલાયેલી નૈતિકતાની સૌથી નીચી સ્થિતિ આપણા સર્વત્ર અધોગતિનું સૂચક છે. આ સવાલ આપણે ક્યારેય ઉખાલતા દેખાતા નથી. આવી પરિસ્થતિ હવે આમ જુઓ તો વિકસિત દેશો માં પણ ધીરે ધીરે ઉદભવી રહી છે. આપણાં મહાનુભાવો આ વિશે ચર્ચા કરે અને નિરાકરણ અંગે કોઈ શરૂઆત કરે તેવી ઈચ્છા.
મુંબઈ    – શિવદત પટેલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top