કાલોલ :
ભૂતકાળમાં શહેરા તાલુકામાં ફરજ બજાવતા ફરજ દરમિયાન સરકારી કામોમાં નાણાકીય ગેરરીતી આચરનારા મહિલા અધિકારી ગત વર્ષે ટ્રાન્સફર થઈને કાલોલ તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ પર આ ગેરરીતિ બાબતે પોલીસ ફરિયાદ પણ થઈ હોવાની અને પોલીસ ફરિયાદને કારણે લાંબો સમય રજા ઉપર ઉતર્યા હોવાની અને હાલમાં જ હાજર થયા હોવાની પણ માહિતી મળી છે. તાજેતરમાં સરકાર દ્વારા તેઓને ફરજ મોકૂફી પર ઉતાર્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પોતાની ફરજ દરમ્યાન શહેરા તાલુકામાં કોઇ પણ પ્રકારની કાળજી રાખ્યા વગર ચકાસણી કર્યા વગર મોર ઉંડેરા ગામમાં એક કરોડ થી વધુ રકમની ચુકવણી કરી દેવામાં આવી હતી. જેને પગલે સરપંચ તલાટી અને અન્ય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ ને કારણે ૪૮ કલાક થી વધુ સમય કસ્ટડીમાં રહેલા કર્મચારી ને સસ્પેન્ડ કરવાનો નિયમ હોય જીલ્લા વિકાસ અધિકારીએ શીતલબેન પટેલને સસ્પેન્ડ કર્યા છે.
કાલોલ તાલુકા પંચાયતના બાંધકામ શાખાના મહિલા અધિકારીને ફરજ મોકૂફી પર ઉતારી દેવાયા
By
Posted on