Charchapatra

સોલાર 2040માં વિજળીનો મહારથી બનશે

દર વર્ષે સોલારની ક્ષમતા બમણી થતી જાય છે. દસ વર્ષ અગાઉ સોલાર પાવર વર્તમાન સખ્યાનો ધશને, ભાગરતો, આજે ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત બની રહ્યો છે. આ સસ્તી ઊર્જાથી દુનિયા બદલાઈ જશે.  સોલારથી આજે ખેતરમાં લાઈટનો વ્યાપ વધતો જાય છે. સોલાર ઇન્ડસ્ટ્રીને સરકારની સારી એવી મદદ મળે છે. આજના દિવસોમાં ભારતની રિન્યુએબલ એર્નજી ક્ષમતાનો નોંધ પાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દેશ આજે એર્નજી ઇન્ફ્ર્સ્ટ્રકચર ઊભુ કરવાનો હેતુ ધરાવે છે. રીન્યુએબલ એર્નજીની આગેવાની આજે સોલાર એનર્જી એ લીધી છે.અને વિન્ડ એર્નજી પણ એખ રીન્યુએબલનો ભાગ છે.

દેશની મુળભૂત સ્થિતિ અને દેશની આર્થિક વૃદ્ધી માટે રીન્યુએબલ એર્નજી માટે સપ્લાય ચેઇન અગત્યનું પાસું છે. ભારત સહિત અનેક દેશ સોલાર પાવરનું ઉત્પાદન વધારે રહ્યો છે. સોલાર પાવરમાં ચીનનો દબદબો આખી દુનિયાએ અનુભવ્યો છે અને આપડો ભારત દેશ પણ રીન્યુએબલ એર્નજીમાં વધારો કરી રહ્યું છે. સોલાર 2040 સુધીમાં વિજળીનો સૌથી મોટો સ્ત્રોત બની જશે.
સુરત     – તુષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વય નહિ, વૃત્તિ મહત્વની
સામાન્ય રીતે યુવાની અને વૃદ્ધાવસ્થાને વય સાથે સાંકળી લેવામાં આવે છે. પરંતુ, વાસ્તવિક રીતે જોતાં યુવાનીને વય સાથે કોઇ સંબંધ નથી. યુવાન વ્યકિત જો જીવન પ્રત્યે ઉદાસીન હોય, જો તે હતાશા, નિરાશાથી ઘેરાયેલ હોય, નિષ્ક્રિય અને નિરુત્સાહી હોય, તો તે યુવાન હોવા છતાં સ્વયંને વૃદ્ધ પુરવાર કરે છે. જયારે કોઈ ઘરડી વ્યક્તિ પોતાના આત્મવિશ્વાસ, અદમ્ય ઉત્સાહ, જિંદાદિલીથી જીવનમાં સત્કાર્યો દ્વારા અન્યોને પ્રેરણા આપતી હોય, તો તે વ્યક્તિ વયથી વૃદ્ધ હોવા છતાં વૃત્તિથી યુવાન હોવાની સાબિતી પૂરી પાડે છે. ખરું ને?
સુરત     – દિપ્તી ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top