દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેશ કુમારે જીત મેળવી છે. તેમણે ભાજપના શકુરપુર વોર્ડના કાઉન્સિલર કિશન લાલને હરાવ્યા હતા. મહેશ કુમારને 133 મત મળ્યા જ્યારે ભાજપના કાઉન્સિલરને 130 મત મળ્યા તેમજ બે મત રદ થયા. જ્યારે આમ આદમી પાર્ટીને તેના ક્વોટામાંથી 10 વોટ ઓછા મળ્યા હતા.
આમ આદમી પાર્ટીના કાઉન્સિલર મહેશ ખીંચી દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા છે. મેયરની ચૂંટણીમાં કુલ 265 મત પડ્યા હતા, જેમાંથી બે અમાન્ય જાહેર થયા હતા. AAPના ઉમેદવાર મહેશને 133 વોટ મળ્યા જ્યારે બીજેપીના ઉમેદવારને 130 વોટ મળ્યા. મેયરની ચૂંટણીમાં ભાજપે AAPને જોરદાર ટક્કર આપી હતી. ભાજપ માત્ર ત્રણ મતથી હારી ગયું. MCDના નિયમો અનુસાર દિલ્હીમાં દર વર્ષે મેયરની ચૂંટણી યોજાય છે. આ ચૂંટણીઓ એપ્રિલમાં યોજાય છે. પ્રથમ ટર્મ મહિલાઓ માટે, બીજી ઓપન કેટેગરી માટે, ત્રીજી અનામત કેટેગરી માટે અને છેલ્લી બે ટર્મ ફરીથી ઓપન કેટેગરી માટે છે.
કોણ છે મહેશ કુમાર?
મહેશ કુમાર કરોલ બાગ વિધાનસભા ક્ષેત્રના દેવ નગરના વોર્ડ 84 ના કાઉન્સિલર છે. મહેશે DUની મોતીલાલ નેહરુ કોલેજમાંથી B.Com નો અભ્યાસ કર્યો છે.
ભાજપને 10 મત વધુ મળ્યા
રસપ્રદ વાત એ છે કે ભાજપને માત્ર 120 વોટ મળ્યા હતા. આમ છતાં ભાજપને 10 વધુ વોટ મળ્યા. મતલબ કે આમ આદમી પાર્ટીના કેટલાક કાઉન્સિલરોએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. માહિતી અનુસાર સંખ્યાની દ્રષ્ટિએ આમ આદમી પાર્ટી પાસે 142 વોટ હતા જેમાં રાજ્યસભાના ત્રણ સાંસદ, 13 ધારાસભ્યો અને 126 કાઉન્સિલરનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપ પાસે સાત લોકસભા સાંસદો અને 114 કાઉન્સિલરોના સમર્થન સાથે 122 મત છે.
AAP સાંસદ સ્વાતિ માલીવાલ અને કોંગ્રેસના સાત કાઉન્સિલરોએ મતદાન કર્યું ન હતું
આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ અને કોંગ્રેસના સાત કાઉન્સિલરોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. જ્યારે કોંગ્રેસના કાઉન્સિલર સબિલા બેગમે પાર્ટીમાંથી રાજીનામું આપીને AAPને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. રાજીનામા પત્રમાં લખ્યું હતું કે અમે મેયરની ચૂંટણીથી દૂર રહીને ભાજપને સમર્થન આપી શકીએ નહીં.