અમદાવાદઃ બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેએ તેના મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટુરના ભાગરૂપે તેના ચોથા કોન્સર્ટની તારીખ જાહેર કરી છે. બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસવાદક ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયનનો સમાવેશ થાય છે.
આ વખતે ગુજરાતના અમદાવાદ ખાતે મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી, 2025 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજાશે. શો માટેની ટિકિટો 16 નવેમ્બર, 2024ના રોજ BookMyShow પર શરૂ થશે.
તારીખની જાહેરાત કરતા કોલ્ડપ્લેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે કૅપ્શન સાથે એક અદભૂત વીડિયો શેર કર્યો. જેમાં લખ્યું હતું કે, 2025ની અમદાવાદની તારીખની જાહેરાત. બેન્ડ 25 જાન્યુઆરી, 2025 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેનો અત્યાર સુધીનો સૌથી મોટો શો કરશે. ટિકિટનું વેચાણ 16 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ડીએચએલ દ્વારા વિતરિત કરવામાં આવશે.
સપ્ટેમ્બરમાં કોલ્ડપ્લેએ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું જ્યારે મુંબઈમાં ત્રણેય શોની ટિકિટો વેચાઈ ગઈ. બેન્ડ 18, 19 અને 21 જાન્યુઆરીના રોજ નવી મુંબઈ, મહારાષ્ટ્રના ડીવાય પાટીલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં પરફોર્મ કરવાનું છે.
સોશિયલ મીડિયા પરના હોબાળાને પગલે BookMyShow અને BookMyShowLive ના અધિકૃત હેન્ડલ્સે એક નિવેદન બહાર પાડ્યું હતું જે કોન્સર્ટમાં જનારાઓને બિનસત્તાવાર ટિકિટિંગ પ્લેટફોર્મ્સ પર ઑનલાઇન ટિકિટ કૌભાંડો વિશે ચેતવણી આપે છે.
પોસ્ટમાં લખ્યું છે ટિકિટ કૌભાંડોથી પોતાને બચાવો. ભારતમાં કોલ્ડપ્લેના મ્યુઝિક ઑફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર 2025 માટે નકલી ટિકિટો વેચતા અનધિકૃત પ્લેટફોર્મનો શિકાર ન થાઓ! અમારા ધ્યાન પર આવ્યું છે કે અનધિકૃત પ્લેટફોર્મ ભારતમાં કોલ્ડપ્લેના મ્યુઝિક ઑફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર 2025 માટે સત્તાવાર વેચાણ પહેલાં અને પછી બંને ટિકિટોની સૂચિબદ્ધ કરી રહ્યાં છે. આ ટિકિટો અમાન્ય છે.
પોસ્ટમાં લખ્યું છે કે, ટિકિટ સ્કેલિંગ ભારતમાં ગેરકાયદેસર છે અને કાયદા દ્વારા સજાપાત્ર છે. પ્લીઝ આનો શિકાર ન બનો કારણ કે તમે નકલી ટિકિટ ખરીદી રહ્યા છો. કૌભાંડથી બચો! બુકમાયશો એ ટિકિટ વેચાણ માટેનું એકમાત્ર અધિકૃત પ્લેટફોર્મ છે.