સુરતઃ અકસ્માતનો ભોગ બનેલી એક ઈન્જર્ડ મહિલાને પોતાની કારમાં હોસ્પિટલ લઈ જઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માનવતા મહેંકાવી હતી.
આજે સવારે સરથાણા રિંગરોડ વિસ્તારમાં એક મહિલા અકસ્માતનો ભોગ બની હતી. મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. મહિલાને ખૂબ ઈજા થઈ હતી. તે લોહીલુહાણ થઈ ગઈ હતી. તે જ સમયે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પસાર થઈ રહ્યાં હતાં.
મંત્રીએ તરત જ પોતાનો કાફલો અટકાવ્યો હતો. એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સુરક્ષા કર્મીને ઉતારી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું. મહિલાને પોતાની કારમાં બેસાડી મંત્રી જાતે મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા. મહિલાને નજીકની ડાયમંડ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તાત્કાલિક મહિલાને સારવાર મળી હતી.