Charchapatra

થોડુંક કેન્સર વીશે જાણીએ

પ્રતિ વર્ષ ભારતમાં કેન્સરના લગભગ 15 લાખ નવા કેન્સરના કેસોનું નિદાન થાયછે. જયારે લગભગ 9 લાખ દર્દીઓ કેન્સરથી મૃત્યુ પામે ચે. ભારતમાં 1 લાખમાંથી 1 વ્યક્તિને જયારે સ્વીડનમાં 1 લાખ લોકોમાંથી 3046 લોકોને કેન્સર થાયછે. પુરુષોમાં ફેફસાનું કેન્સ્ર અને સ્ત્રીઓમાં બ્રેસ કેન્સર વધુ જોવા મળે છે. સ્વીઝલેન્ડ-સીંગાપોરમાં કેન્સરમાં શ્રેષ્ઠ સારવાર છે. કેન્સર થવાના કારણો- વ્યસન, દારૂ, બીડી સીગરેટ, તમાકુ, માવા, મસાલા, ગુટકા, પ્રોસેસ્ડ ફુડ, ફ્રાઈડ-ફેટી-સ્પાઈશી ફુડ, સ્થૂળતા, કસરત નહી કરવી, બેઠાડુ જીવન, વધારે પડતા સોલ્ટનું સેવન કોઇપણ વ્યક્તિએ પાંચ ગ્રામથી વધુ નમક લેવું જોઇએ નહિ. વધુ પડતા નમકથી અન્ન નળીના કેન્સરનું જોખમ 50 ટકા વધી જાય છે.

અથાણુ, પાપાડ, ફરસાણ સોસ અને પ્રોસેસ્ડ ફુડમાં સોલ્ટ વધારે હોયછે. ધુમ્રપાનથી ફેફસા-મોઢાનું અને ગળાનુ કેન્સર થઇ શકે. જો ધુમ્રપાન અને દારુનું બન્નેનું સેવન કરતા હો તો કેન્સર થવાની શકયતા બમણી થઇ જાયછે. પ્લાસ્ટીકનો વધારે પડતો ઉપયોગ પણ કેન્સરનું કારણ બની શકે છે. પ્લાસ્ટીકની થેલીમાં ગરમ આઈટમનું સેવન કરવાથી કેન્સરની શકયતા ઘણી વધી જાયછે. પ્લાસ્ટિકમાં બિસ્ફિનોલ-એ(બીપીએ) નામનું કેમિકલ હોય છે. જે કોષો ની સંરચનામાં ફેરફાર કરી કેન્સરનું જોખમ વધારે છે.

વારસાગત કેન્સરના લક્ષણો. જો શરીર પર પડેલું ચાંદુ લાંબ સમય સુધી સઝાતુ ન હોય, ખોરાક ગળવામાં તકલીફ પડતી હોય, શરીરમાં કયાંક ગાંઠ થઇ હો જે પત્થર જેવી સખત) હોય લાંબા સમયથી ખાંસી આવતી હોય અને ખાંસીમાં લોહી પડતું હોય ( ફેફસાના કેન્સરમાં) શરીરના કોઇપણ ભાગમાંથી લોહી પડતું હોય-ખાસ કરીને યોનીમાંથી મળમાર્ગ અને મુત્રમાર્ગમાંથી કમળા જે સારવાર કરવા છતાં મટતો ન હોય (લીવરકેન્સર પેનક્રિયાઝનું કેન્સર) વજનમાં સતત ઘટાડો જોવા મળતો હોય, કબજિયાત ડાયેરીઆ અવરનવર થતા હોય (કોલન કેન્સર), પિશાબ કરવામાં તકલીફ પડતી હોય. આમાંથી કોઇપણ લક્ષણ જોવા મળે તો તુરન્ત કેન્સર સ્પેશિયાલીસ્ટને મળવું. કેન્સરનું જલદી નીદાન અનેતાત્કાલિક સારવાર કરવામાં આવે તો કેન્સર 100 ટકા મટી શકે છે. મને પોતાને સપ્ટે-2009માં બ્લડકેન્સર થયું હતું હતું. પહેલની જેમ કેન્સર એટલે કેન્સલ એવું નથી જ!
શિકાગો – ડૉ. કિરીટ એમ. ડુમસિયા-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top