World

હું કોરોનાથી ડરતો નથી, માસ્ક નહીં જ લગાઉં કહેનારા શખ્સનું કોરોનાથી મોત

કોરોના વાયરસ ( corona virus) નથી એવું કહેનારા અને માસ્ક ન ( no mask) પહેરતાં એક ઇસમને આ ભારે પડ્યું. 12 જાન્યુઆરીએ આ વ્યક્તિ કોરોનાથી પટકાયો હતો અને માસ્ક ન પહેરવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. 46 વર્ષીય ગેરી મેથ્યુ (gary mattews ) એક અઠવાડિયા પહેલા કોરોના વાયરસના પોઝિટિવ ( corona positive) આવ્યા પહેલા બીમાર પડ્યો હતો.

એક મીડિયા રિપોર્ટ અનુસાર ગેરીનું મૃત્યુ કોરોના પોઝિટિવ બન્યાના એક દિવસ બાદ થયું હતું. ગેરી મેથ્યુના પરિવારજનો કહે છે કે તે માનતો નોહતો કે કોરોના વાયરસ વાસ્તવિક છે, તેથી તેણે સામાજિક અંતર (social distance) અને માસ્ક પહેરવા જેવા માર્ગદર્શિકાઓનું પાલન કર્યું જ નોહતું.

કોરોના વાયરસથી યુકેમાં અત્યાર સુધીમાં એક મિલિયનથી વધુ લોકો માર્યા ગયા છે, જોકે વૈજ્ઞાનિકો કહે છે કે જો રોગચાળાની શરૂઆતમાં સરકારે કડક પગલા લીધા હોત તો પીડિતોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો હોત. મૈથ્યુનો કઝીન ટ્રિસ્ટન કોપલેન્ડ કહે છે કે તેઓ મૈથ્યુને માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા અપીલ કરતા હતા.

ટ્રિસ્ટને અહેવાલ આપ્યો છે કે મેથ્યુ અને તેના મિત્રો સરકારને ખોટું સાબિત કરવા માટે લોકોની મુલાકાત લેતા હતા અને ઘરની બહાર જતાં હતા. મેથ્યુના ભાઈએ સ્થાનિક ફેસબુક જૂથ પર આરોપ લગાવ્યો છે કે મેથ્યુએ જૂથને કારણે કોરોના વાયરસને ગંભીરતાથી લીધો નથી.

મેથ્યુના ભાઈ કહે છે કે કોરોના વાયરસ પ્રત્યેનું તેમનું વલણ એટલા માટે એવું હતું કે માઇકલ ગોવે ટોરીના સાંસદ સર ડેસમંડ સ્વેનને માફી માંગવાનું કહ્યું હતું કારણ કે તેણે કોરોના વાયરસ વિશે જૂઠું ફેલાવ્યુ હતું. કેબિનેટ કચેરીના પ્રધાને કહ્યું કે સર ડેસમંડને તેમના નિવેદન માટે માફી માંગવી જોઈએ.

સર ડેસમન્ડે કહ્યું કે આ એક વ્યવસ્થાપિત જોખમ હોય તેવું લાગે છે, ખાસ કરીને જેમ કે ડેટાની હેરાફેરી કરવામાં આવી છે. અમને કહેવામાં આવ્યું છે કે આ સમયે જીવલેણ રોગ ચાલી રહ્યો છે. સર ડેસમન્ડે લોકડાઉનને સંપૂર્ણ નિષ્ફળતા ગણાવ્યું હતું, જોકે તેમણે ઇનકાર કર્યો હતો કે તેઓ લોકોને વાયરસ સુરક્ષા માટે રસી આપવાનો વિરોધ કરે છે.

આ તરફ માઇકલ ગોવે કહ્યું કે સર ડેસમંડ ખોટા છે. મેં તેની સાથે કામ કર્યું છે, તેની સાથે જોડાણ રાખ્યું છે પરંતુ આવા વાહિયાત નિવેદનોથી ડર લાગે છે. હાલમાં, યુકેમાં કોરોના વાયરસને કારણે એક લાખથી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે અને હાલમાં 37,૦૦૦ થી વધુ લોકો સારવાર લઈ રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top