Charchapatra

રમતગમત તથા કલા ક્ષેત્રે અપૂરતું પ્રોત્સાહન

અન્ય દેશોની સરખામણીએ દેશમાં સરકાર તરફથી કે અન્ય સંસ્થાઓ તરફથી ઉપરાંત સામાન્ય નાગરિકો તરફથી કોઈ ખાસ પ્રોત્સાહિત પ્રવૃતિ કે આયોજન રૂપે કોઈ અભિયાન ક્રિકેટ સિવાય અન્ય રમતો તથા કલા ક્ષેત્રે દેખાતા નથી.  ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે જ્યારે વિદેશોમાં શાળાની કક્ષાએ જ મહત્વ તાલીમ તથા યોગ્ય સવલતો ઉપલબ્ધ કરવામાં થાય છે. મેદાનો અથવા એવા સાધનોની ઉપલબ્ધિ સાથે કોચિંગ, શારીરિક ક્ષમતા વધારનારા કે પ્રોત્સાહિત રૂપે વળતર મળે તેવા કોઈ આયોજન કોઈપણ કક્ષાએ હોતા નથી. લગભગ ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા લોકોમાં ક્રિકેટ સિવાય કોઈ ખેલાડીઓ ધંધાકીય રૂપે એવી કારકિર્દી ઘડવા પ્રેરાયા નથી. તેનું કારણ લોકોની ઉપેક્ષા પણ છે.

વ્યાપારી તેમજ ઉદ્યોગ ઘરાનાની સંસ્થાઓ પણ ઉપેક્ષા ભર્યું વલણ દાખવે છે. રમત ગમત અને સાંસ્કૃતિક રીતે કલા, સંગીત, કારીગીરી તેમજ મૌલિક સમૃદ્ધિ અંગે પ્રત્યેક શિક્ષણ સંસ્થાઓ કે સરકાર તો નીરસ હોય છે પણ સામાન્ય જનતા પણ ક્રિકેટ સિવાય કોઈ પણ પ્રતિભાવ આપતા નથી. એક તરફ ક્રિકેટ તથા બીજી તરફ રાજકીય પક્ષો તથા ફિલ્મ લાઈનમાં અઢળક નાણાંનો છલકાવ હોય છે ત્યારે બીજા ક્ષેત્રમાં આવી સુવિધાઓ કે સવલતો બનતી નથી. અમુક અંશે પ્રચાર તંત્રમાં કોઈ ચોક્કસ આયોજિત રીતે રોકાણ થાય છે પણ તે એક પક્ષીય રાજકારણથી વિશેષ હોતું નથી એટલે તેમાં પણ યોગ્ય રીતે સ્વતંત્ર, પ્રમાણિક, મૌલિક તથા પારદર્શી પ્રસારણ લગભગ નહિવત બની રહ્યું છે. આમ જુઓ તો સામાજિક ન્યાય તથા સમતુલિત વિકાસ જેવું અદ્રશ્ય થઈ ચૂક્યું છે. આખરે તો જનતાએ જ આગેવાની લેવી જોઇએ. આપણી મનોદૃષ્ટીમાં બદલાવ તેમજ સમતુલિત વિચારધારા પ્રોત્સાહિત થાય તેવું વિચારવું જોઈએ.
મુંબઈ    – શિવદત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

 ‘ભારત’ બ્રાન્ડ અનાજ કઠોળ
ભારત સરકારે મધ્યમ વર્ગનાં ગ્રાહકોને ઊંચા ભાવથી રાહત આપવા માટે સબસિડી વાળા દરે’ભારત બ્રાન્ડ’ ઘઉંનો લોટ,ચોખા,ચણાની દાળ અને મગની દાળ છુટક વેચાણ કરવામાં આવે છે. સહકારી મંડળી નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (નાફેડ)દ્વારા મધ્યમ વર્ગનાં ગ્રાહકોને રાહત દરે સમગ્ર ભારતમાં વેચાણ કરવામાં આવે છે. હાલમાં નાફેડ દ્વારા ભારત બ્રાન્ડ ઘઉંનો લોટ પ્રતિ કિ. 30 અને ભારત બ્રાન્ડ ચોખા પ્રતિ કિ. 34 ના ભાવે વેચાણ કરવામાં આવે છે. હાલમાં ચણાની દાળના ભાવમાં ધરખમ વધારો થયો છે.

નાફેડ દ્વારા થોડા સમય પહેલાં ચણાની દાળ પ્રતિ કિ. 60 અને મગની દાળ પ્રતિ કિ. 107 ના ભાવે વેચાણ કરવામાં આવતું હતું.ચણાની દાળનો ભાવવધારો થવાથી નાફેડ દ્વારા હાલ વેચાણ બંધ કરવામાં આવ્યું છે. નાફેડ દ્વારા આખા દેશમાં ભારત બ્રાન્ડ ઘઉંનો લોટ,ચોખા,ચણાની દાળ,મગની દાળ વિ. નું સીધું ગ્રાહકને વેચાણ કરવામાં આવે છે, જેનો લાભ ગુજરાતની જનતાને મળતો નથી. ગુજરાતના પુરવઠા વિભાગ દ્વારા આ તમામ વસ્તુઓ મધ્યમ વર્ગનાં ગ્રાહકો સુધી પહોંચે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top