National

CJI ચંદ્રચુડે નિવૃત્તિ પહેલાના છેલ્લા કામકાજના દિવસે 45 કેસ સાંભળ્યા, વિદાય સમારોહમાં ભાવુક થયા

ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડને રવિવારે પદ પરથી મુક્ત કરવામાં આવશે. પરંતુ 9 અને 10મીએ શનિવાર અને રવિવારે કોર્ટમાં રજા રહેશે. તેથી તેમના માનમાં આજે એટલેકે શુક્રવારે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આજે તેમનો છેલ્લો કામકાજનો દિવસ હતો. તેમણે છેલ્લા દિવસે 45 કેસ સાંભળ્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના 10 નવેમ્બરે જસ્ટિસ ચંદ્રચુડનું સ્થાન લેશે. તેઓ દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ હશે જસ્ટિસ ચંદ્રચુડે 9 નવેમ્બર 2022ના રોજ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. 13 મે 2016 ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાંથી તેમનું પ્રમોશન થયું હતું.

CJI ચંદ્રચુડ 10 નવેમ્બર, 2024 ના રોજ નિવૃત્ત થશે પરંતુ તે પહેલા 8 નવેમ્બર સુપ્રીમ કોર્ટમાં તેમનો છેલ્લો કાર્યકારી દિવસ હતો. CJI ચંદ્રચુડની વિદાય માટે ઔપચારિક બેન્ચ બેઠી હતી જેનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ જેબી પારડીવાલા ઉપરાંત વરિષ્ઠ વકીલો, 10 નવેમ્બરથી CJI તરીકેનો કાર્યભાર સંભાળનાર જસ્ટિસ સંજીવ ખન્ના પણ તેમની સાથે જોડાયા હતા. દરમિયાન સીજેઆઈ ચંદ્રચૂડ વિદાય સમારોહમાં ભાવુક થયા હતા અને માફી માંગી હતી.

મારાથી કોઈને તકલીફ પડી હોય તો માફ કરશો
તેમણે આગળ કહ્યું કે હું આજે ઘણું શીખ્યો છું. કોઈ પણ કેસ પહેલા જેવો નથી. જો મેં કોર્ટમાં કોઈને કોઈ તકલીફ પહોંચાડી હોય તો હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું. અંતમાં આભાર માનતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે તમારા બધાનો હૃદયપૂર્વક આભાર, તમે આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા. આ માટે હું હંમેશા આભારી રહીશ.

જસ્ટિસ ચંદ્રચુડને 13 મે 2016ના રોજ અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશમાંથી સીટિંગ જજ તરીકે સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન CJI ચંદ્રચુડ 1274 બેન્ચનો ભાગ હતા. તેમણે કુલ 612 ચુકાદાઓ લખ્યા. CJI ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશોમાં સૌથી વધુ ચુકાદાઓ લખ્યા છે. છેલ્લા દિવસે પણ તેમણે 45 કેસની સુનાવણી કરી હતી. CJI ચંદ્રચુડના 2 વર્ષના કાર્યકાળના મુખ્ય નિર્ણયોમાં કલમ 370, રામ જન્મભૂમિ મંદિર, વન રેન્ક-વન પેન્શન, મદ્રેસા કેસ, સબરીમાલા મંદિર વિવાદ, ચૂંટણી બોન્ડની માન્યતા અને CAA-NRC જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે.

હું નાનો હતો ત્યારે સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો અને કાર્યવાહી જોઈ હતી
જસ્ટિસ ચંદ્રચુડે વિદાય સમારંભમાં ભાવુક થઈને કહ્યું કે રાત્રે હું વિચારી રહ્યો હતો કે બપોરે 2 વાગ્યે કોર્ટ ખાલી થઈ જશે અને હું સ્ક્રીન પર મારી જાતને જોઈ રહ્યો છું. આપ સૌની હાજરીથી હું અભિભૂત છું. CJIએ કહ્યું, ‘જ્યારે હું નાનો હતો ત્યારે હું સુપ્રીમ કોર્ટમાં આવતો હતો અને અહીંની કાર્યવાહી અને કોર્ટમાં પ્રદર્શિત બે તસવીરો જોતો હતો. તેમણે કહ્યું કે, બોમ્બે હાઈકોર્ટમાં પણ જસ્ટિસ ચાગલાનો ઘણો પ્રભાવ હતો.

Most Popular

To Top