યુવક શિવરાજપુર થી દિવાળી નિમિતે પોતાના ઘરે છોટાઉદેપુર જતો હતો
યુવક પારુલ યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ હેઠળ કામ કરતો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 07
દિવાળી કરવા માટે શિવરાજપુર થી પોતાના ઘરે બાઇક પર જતા યુવકનું હાલોલ જાંબુઘોડા રોડ પર અન્ય બાઇક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે તથા યુવકનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મૃત્યુ નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર, છોટાઉદેપુર ખાતે વાલ્મિકી વાસમાં પોતાના પરિવાર સાથે રહેતા આકાશભાઇ પોપટભાઇ હરિજન (ઉ.વ.29) રહેતો હતો પરિવારમાં માતા પિતા તથા દાદા સાથે રહેતા આ યુવકની સગાઇની વાત શિવરાજપુર ખાતે રહેતી યુવતી સાથે ચાલતી હતી જ્યાં નવરાત્રી દરમિયાન થી યુવક શિવરાજપુર ખાતે રહેતો હતો અને પારૂલ યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતો હતો તેની સાથે જ યુવતીના પરિવારના સભ્યો પણ કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા હતા તે દરમિયાન દિવાળી પર્વ હોવાથી આકાશ પોપટભાઇ હરિજન ગત તા.31ઓક્ટોબરે શિવરાજપુર થી સવારે પોતાના ઘરે બાઇક લઇને જવા નિકળ્યા હતા તે દરમિયાન જાંબુઘોડા રોડપર નાગપુરીગામ નજીક અન્ય એક બાઇક સવાર બે બાઇક સવાર લોકો સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા સામે બાઇક પર મામા ભાણેજ માંથી મામાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે આકાશભાઇને માથામાં ઇજા થઇ હતી સાથે જ સાથળના ભાગેથી પગ તૂટી ગયો હતો જેથી યુવકને પ્રથમ સારવાર અર્થે જાંબુઘોડા સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે ગત તા.31ઓક્ટોબરે બપોરે બે વાગ્યાની આસપાસ વડોદરાના એસ.એ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગત તા.6નવેમ્બરના રોજ એસ.એસ.જી.હોસ્પિટલના સર્જરી ડી યુનિટ ખાતે મૃત્યુ નિપજ્યું હતું.હોસ્પિટલમા મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.