૨૦ જાન્યુઆરીના સપરમવા દિવસે, વોશિંગ્ટન ડી.સી. ખાતે અમેિરકાના ૪૬ મા રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડને શપથ લીધા હતા. સમકિત શાહ કહે છે તેમ, ટ્રમ્પના જવાથી ચીન સૌથી વધુ રાજી થયું છે.
ટ્રમ્પના ચાર વર્ષના કાર્યકાળ દરમ્યાન, ચીન દબાયેલુ અને ગભરાયેલું રહ્યું હતું.ે ચીનથી કરવામાં આવતી આયાતો ઉપર ટ્રમ્પ સરકારે એન્ટી ડમ્પીંગ ડયુટી નાંખીને, અમેરિકાના ઘર આંગણેના ઉદ્યોગોનેન ધમધમતા કરેલા. આમ ચીનની તાકાતોને, કાબુમાં રાખનાર ડોનાલ્ડ ટ્રમ્પ, ખરેજ આપણા વડાપ્રધાન મોદીજીને ઘણા ગમતા રહ્યા છે.
ટ્રમ્પમાં ઘણા બધા અવગુણો હતા. પણ આ એક, ચીનને કન્ટ્રોલ કરવાનો ગુણ, ભારતને ઘણે અંશે ‘રાશ’ આવ્યો હતો. હવે, ચીનને ડરાવે કે ગભરાવે એવી તાકાત અત્યારે તો દુિનયામાં કયાંય નજરે ચઢતી નથી.
ચીન હવે નિરંકુશ બનીને વધુ બેફામ બની શકે છે. ભારતને, ચીન હવે, આવનારા દિવસોમાં વધુ પરેશાન કરી શકે છે. આ સ્થિતિએ શું નવા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, ચીનને દબાણ તળે રાખી શકશે ખરા? ચીનને દબાણમાં રાખવાથી એકલા ભાતને જ નહિ પણ ખુદ અમેરિકાને પણ ઘણા ફાયદા થાય એમ છે.
સુરત -બાબુભાઇ નાઇ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.