થોડાક દિવસ પહેલાં નવસારી બજારમાં તાળું લેવા ગયો, વેપારી એક મુસ્લીમ ઉંમરલાયક 60-70ના હતા. તેમણે ભઆવ કહ્યો 220/ નેં મજાક ખાતરઓછું કરવા કહ્યું તો ભાવ થયો બસો. એટલે આપણે એક ભૂલ કરી કે 200 જ આપ્યા. પછી એક મિત્ર જોડે વાત થઇ કે મારાથી નવસારી બજારના અેક વેપારીને થોડો અન્યાય થયો છે, હું મારા સિદ્ધાંતને બાજુએ મૂકી 20 રૂ. માટે સિદ્ધાંત જોડે બાંધછોડ કરી. આ મેંઠી ક ન કર્યું એટલે દસેક દિવસ પછી નવસારી બજાર ગયો અને પેલા ગૃહસ્થને કહ્યું મેં આપની સાથે થોડો ગેરઇન્સાફ કર્યો અને મારી પોતાની સાથે છેતરામણ કરી તમે 220 કહ્યા ને મેં 220માં પતાવટ કરી આ મારા સિદ્ધાંતની વિરુદ્ધ હતું.
માટે આપના હકના આ વીસ રપૂિયા લો, એમ કહી મેં તેમને 20 આપવા હાથ લંબાવ્યો તો એ તો વલી મારાથી મોટા સિદ્ધાંત વાળા નીકળ્યા, કહે ‘એકવાર સોદો થઇ ગયો તે થઇ ગયો પૈસા અપાયા અને લેવાઈ ગયા. હવે તેમાં બાંધ છોડ કરવાનો મારો સિદ્ધાંત તેમણે ‘ઉસુલ (સિદ્ધાંત) ધાર્મિક લાગે છે. આવી વેપારી કોમ મળવી મુશ્કેલ વર્ષો પહેલાં શાહપોર વિસ્તારમાં એક મુસ્લીમ ઘાસતેલ વાળઆની દુકાન હતી. રેશનીંગ વખતે દુનિયા કાળા બજાર કરતી પરંતુઆ વેપારી કુટુંબ કાયદેસરનો જ ભઆવ લેતા પેલા કાળાબજારિયા ભૂલાઈ ગયા પરંતુ આ પ્રમાણિક મુસ્લીમ વેપારી જેનુંન ામ નૂરા ડોસા હતું તે હજી લોકોને યાદ આવે છે.
સુરત – ભરતભાઈ આર. પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.