World

યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાએ બે પરમાણુ મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું, જાણો તેની તાકાત

નવી દિલ્હીઃ યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ તેની પરમાણુ મિસાઈલનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર રશિયન સેનાએ પરમાણુ હથિયારોથી સજ્જ યાર્સ આઈસીબીએમ અને બુલાવા એસએલબીએમ બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ સિવાય સ્ટ્રેટેજિક બોમ્બર્સ સાથે પરમાણુ કવાયત પણ કરવામાં આવી હતી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર રશિયન સેનાએ પોતાના પરમાણુ હથિયારોનું પ્રદર્શન શરૂ કરી દીધું છે. ન્યુક્લિયર ડ્રિલિંગ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. 11 હજાર કિલોમીટરની રેન્જની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ યાર્સ (Yars ICBM) અને સબમરીનથી લોન્ચ કરાયેલ બુલાવા બેલિસ્ટિક મિસાઇલ (Bulava SLBM)નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બંને મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. બંને મિસાઇલોને ભૂગર્ભ સિલોસ અથવા સબમરીનમાંથી લોન્ચ કરી શકાય છે. યાર્સને લોન્ચર ઇરેક્ટરમાંથી પણ ફાયર કરી શકાય છે.

યાર્સ આઈસીબીએમની તાકાત
2011 થી રશિયન આર્મીમાં તૈનાત 49,600 કિલો વજન ધરાવતી આ મિસાઈલની લંબાઈ 73.81 ફૂટ છે. તેનો વ્યાસ 6.56 ફૂટ છે. આ મિસાઈલમાં 200 કિલોટનની ક્ષમતાવાળા ત્રણ પરમાણુ અથવા પરંપરાગત હથિયારો લોડ કરી શકાય છે. આ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલો છે જે નક્કર એન્જિન પર ચાલે છે. તેની રેન્જ 11 થી 12 હજાર કિલોમીટર છે. આ મિસાઈલ 30,600 કિમી પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરે છે. એટલે કે બચવાની કોઈ શક્યતા નથી.

બુલાવા એસએલબીએમની વિશેષતા
આરએસએમ-56 બુલાવા એ સબમરીન લોંચ કરાયેલ પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ છે. બુલાવા ત્રણ તબક્કાની મિસાઈલ છે. તે ઘન ઈંધણ પર ચાલતી બેલેસ્ટિક મિસાઈલ છે. તે લગભગ 38 ફૂટ લાંબી છે. વોરહેડ ઇન્સ્ટોલ કર્યા પછી તેની લંબાઈ વધીને 40 ફૂટ થઈ જાય છે. તેમાં 6 થી 10 MIRV હથિયારો લગાવી શકાય છે. બધા 100 થી 150 કિલોટનના એટમ બોમ્બ.

આ મિસાઈલની રેન્જ 8300 થી 15 હજાર કિમી છે. પરંતુ તેની ઝડપ ક્યાંય જાહેર કરવામાં આવી નથી. જો રશિયા આ મિસાઈલને તેની સરહદો પરથી છોડે તો તે દુનિયાના કોઈપણ ખૂણે પહોંચી શકે છે. અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા. રશિયાએ હાલમાં જ ઓખોતસ્કના સમુદ્રમાંથી આ મિસાઈલ છોડી છે.

Most Popular

To Top