National

UP: લખનૌની અનેક હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ

લખનૌની ઘણી મોટી હોટલોને બોમ્બની ધમકી મળી છે. હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે જેમાં ધમકી આપનાર વ્યક્તિએ 55 હજાર ડોલરની માંગણી પણ કરી છે. આ પહેલા ગઈકાલે ગુજરાતના રાજકોટની મોટી હોટલો અને 5 સ્ટાર હોટલોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન પોલીસને કાંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

જે પ્રમાણે ધમકીનો મેલ મોકલવામાં આવ્યો છે તે મેલ મુજબ આ ધમકી લખનૌની હોટેલ ફોર્ચ્યુન, હોટેલ લેમન ટ્રી, હોટેલ મેરિયોટ, સારાકા હોટેલ, પિકાડિલી હોટેલ, કમ્ફર્ટ હોટેલ વિસ્ટા, ક્લાર્ક અવધ હોટેલ, હોટેલ કાસા, દયાલ ગેટવે હોટેલ અને હોટેલ સિલવને મોકલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા મહિનાઓથી દેશભરમાં ફ્લાઈટ્સ, સ્કૂલ, કોલેજ અને હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. આજે પણ અકાસા ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી.

અયોધ્યાની ફ્લીઈટમાં બોમ્બ હોવાની અફવા
અકાસા એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર માત્ર અફવા સાબિત થઈ હતી. બોમ્બની માહિતી મળ્યા બાદ તમામ મુસાફરોને એરપોર્ટ પરથી બહાર કરવામાં આવ્યા હતા. મુસાફરો એરપોર્ટની બહાર નીકળી ગયા હતા. તમને જણાવી દઈએ કે જે ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી તે બેંગલુરુથી અયોધ્યા આવી હતી. ફ્લાઇટમાં કુલ 173 મુસાફરો હતા. દરેક વ્યક્તિ સુરક્ષિત છે. ફરી એક વાર પાયલટે ડહાપણ બતાવ્યું, જેના કારણે ફ્લાઈટમાં સવાર મુસાફરોને ફ્લાઈટમાં બોમ્બ વિશે જાણકારી મળી ન હતી. આકાસા એરલાઈન્સની ફ્લાઈટ મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી.

Most Popular

To Top